Home Blog Page 1800

લોકસભા ચૂંટણી : કપિલ દેવ, ધોની, ગંભીરે કર્યું મતદાન

સાત તબક્કાની લોકસભા ચૂંટણી 2024ના છઠ્ઠા તબક્કામાં આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 58 બેઠકો માટે 25 મેના રોજ મતદાન થઈ રહ્યું છે. છઠ્ઠા તબક્કામાં 889 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ તબક્કામાં બિહારની આઠ, હરિયાણાની તમામ દસ, ઝારખંડની ચાર, દિલ્હીની તમામ સાત, ઓડિશાની છ, ઉત્તર પ્રદેશની 14, પશ્ચિમ બંગાળની આઠ અને જમ્મુ-કાશ્મીરની એક બેઠક પર મતદાન થઈ રહ્યું છે. મતદાનનો સમય સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધીનો છે.

ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓએ લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં મતદાન કર્યું છે. લોકશાહીના આ મહાન તહેવારમાં મહેન્દ્ર સિંહ ધોની, કપિલ દેવ અને ગૌતમ ગંભીરે ભાગ લીધો હતો.

1983માં ભારત માટે વર્લ્ડ કપ જીતનાર કેપ્ટન કપિલ દેવે દિલ્હીમાં પોતાનો મત આપ્યા બાદ કહ્યું, ‘હું ખૂબ ખુશ છું કે આપણે લોકશાહી હેઠળ છીએ. મહત્વની વાત એ છે કે આપણે આપણા મતવિસ્તાર માટે યોગ્ય લોકોને પસંદ કરવાના છે. સરકાર શું કરી શકે તેના કરતાં આપણે શું કરી શકીએ તે વધુ મહત્વનું છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના માર્ગદર્શક ગૌતમ ગંભીરે દિલ્હીના એક મતદાન મથક પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ગૌતમ ગંભીર હાલમાં ભાજપની ટિકિટ પર પૂર્વ દિલ્હીથી લોકસભાના સાંસદ છે. જો કે તે આ વખતે ચૂંટણી લડી રહ્યો નથી. ગંભીરે 2019માં પૂર્વ દિલ્હી લોકસભા સીટ પરથી બમ્પર જીત મેળવી હતી. ત્યારબાદ ગંભીરે કોંગ્રેસના ઉમેદવાર અરવિંદર સિંહ લવલીને 3,91,222 મતોથી હરાવ્યા હતા.


બીજી તરફ ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની પોતાના પરિવાર સાથે ભારે સુરક્ષા વચ્ચે મતદાન કરવા માટે રાંચીના એક પોલિંગ બૂથ પર પહોંચ્યા હતા. ધોનીને જોવા માટે ચાહકોની ભીડ જામી હતી. ધોની IPLની વર્તમાન સિઝનમાં રમતા જોવા મળ્યો હતો.

દેશના આઠ રાજ્યોમાં છઠ્ઠા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આકરી ગરમી વચ્ચે પણ લોકો ઉત્સાહભેર મતદાનના અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. બપોરે 3 વાગ્યા સુધી દેશમાં 49.20 ટકા મતદાન થયું છે. છે. જાણો રાજ્યવાર મતદાનની ટકાવારી કેટલી રહી?

બપોરે 3 વાગ્યા સુધી રાજ્યવાર મતદાનની ટકાવારી

  • ઉત્તર પ્રદેશ 43.95
  • ઓડિશા 48.44
  • જમ્મુ કાશ્મીર 44.41
  • ઝારખંડ 54.34
  • પશ્ચિમ બંગાળ 70.19
  • બિહાર 45.21
  • દિલ્હી એનસીઆર 44.58
  • હરિયાણા 46.26

GSFA ફૂટસાલ ક્લબ ચેમ્પિયનશિપનો વડોદરા ખાતે પ્રારંભ

વડોદરા: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા સતત ચોથા વર્ષે ગુજરાત સ્ટેટ ફૂટસાલ ક્લબ ચેમ્પિયનશિપ-2024નું આયોજન કરવામાં આવ્યું છે. સમા સ્પોર્ટ્સ ઇન્ડોર હોલમાં ચેમ્પિયનશિપનું આયોજન 25મી મે થી 31મી મે દરમિયાન કરવામાં આવ્યું છે. અમદાવાદ, વડોદરા, સુરત, વાપી અને રાજકોટમાંથી પુરુષોના વિભાગમાં કુલ 15 ક્લબ અને મહિલાઓના વિભાગમાં કુલ 4 ક્લબ આ પ્રતિયોગીતામાં ભાગ લઈ રહી છે. આ ટુર્નામેન્ટ લીગ કમ નોકઆઉટ ફોર્મેટમાં રમાશે. મેચોનું સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશનની યુટ્યુબ ચેનલ પર લાઇવ પ્રસારણ કરવામાં આવશે. પુરૂષ વિભાગની ચેમ્પિયન ટીમને 2025ની આવૃત્તિ માટે AlFF ફૂટસાલ ક્લબ ચેમ્પિયનશિપ માટે નામાંકિત કરવામાં આવશે.ગયા વર્ષે બરોડા ફૂટબોલ એકેડમી પુરુષોની કેટેગરીમાં ચેમ્પિયન રહી હતી અને ARA FC મહિલા કેટેગરીમાં ચેમ્પિયન રહી હતી. ચેમ્પિયન ટીમને 50,000/- રૂપિયાની પ્રાઈઝ મની મળે છે. આ ટુર્નામેન્ટનું આયોજન ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન દ્વારા બરોડા ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ એસોસિએશન અને બરોડા ફૂટબોલ એકેડમીના સમર્થનથી કરવામાં આવ્યું છે. ઉદ્દઘાટનના દિવસે, માસ્ટર FC, રાજકોટે ડોજર્સ FC, બરોડાને 5-1થી હરાવ્યું હતું, જ્યારે GSP યુનાઈટેડ FC, સુરતને જુગરનોટ FC, અમદાવાદ દ્વારા 3-8 થી હરાવ્યું હતું અને વાપી FCએ શાહીબાગ FC, અમદાવાદને 7-6થી હરાવ્યું હતું. ફૂટબોલના આ નવા સ્વરૂપ વિશે જાગૃતિ લાવવા અને તેને વધુ લોકપ્રિય બનાવવા રાજ્ય ફૂટસાલ ક્લબ ચેમ્પિયનશિપ શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે.ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ પરિમલ નથવાણીએ કહ્યું કે, “ફૂટસાલ એ ફૂટબોલનું ઇન્ડોર અને મીની સંસ્કરણ છે, જે ગુજરાતમાં લોકપ્રિય થઈ રહ્યું છે. GSFA રાજ્યમાં તેને લોકપ્રિય બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. અમે છેલ્લા ચાર વર્ષથી ફૂટસાલ ચેમ્પિયનશિપનું આયોજન કરી રહ્યા છીએ. ટુર્નામેન્ટને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે.”ફૂટસાલ એ એક આકર્ષક અને ઝડપી ઇન્ડોર રમત છે જે સમગ્ર વિશ્વમાં રમાય છે અને તેને FIFA દ્વારા માન્યતા આપવામાં આવે છે. તે 5 વિરુધ્ધ 5 ખેલાડીઓની રમત છે, જે નાના, ઓછા ઉછાળાવાળા ફૂટસાલ બોલ સાથે અને ટચલાઈન સાથે સરળ સપાટી પર રમવામાં આવે છે. કૌશલ્ય વિકસાવવા માટે તે એક મહાન રમત છે કારણ કે તેમાં ઝડપી વિચાર અને પ્રતિક્રિયા, સર્જનાત્મક ડ્રિબલિંગ અને બોલને ચોક્કસ રીતે પસાર કરવાની જરૂર રહે છે. GSFA ભવિષ્યમાં બેબી લીગ, સબ જુનિયર લીગ, જુનિયર લીગ અને સિનિયર લીગ જેવી વધુ ઇવેન્ટનું આયોજન કરી રહી છે.

‘રંગીલા રાજા’જેવી ફિલ્મોના નિર્દેશક સિકંદર ભારતીનું 60 વર્ષની વયે નિધન

મુંબઈ: પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક સિકંદર ભારતીનું ગત રોજ એટલે કે શુક્રવાર, 24 મે 2024 ના રોજ મુંબઈમાં અવસાન થયું. દિગ્દર્શકે 60 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. સિકંદર ભારતીના અંતિમ સંસ્કાર આજે 25 મે, સવારે 11 વાગ્યે જોગેશ્વરી વેસ્ટ, મુંબઈમાં આવેલા ઓશિવારા સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા.

આ પહેલા તેમના ઘર રાજગૃહ અંધેરી વેસ્ટમાંથી અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી જેમાં તેમના નજીકના મિત્રો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની કેટલીક હસ્તીઓ સામેલ થઈ હતી.સિકંદર ભારતીના પરિવારમાં તેની પત્ની પિંકી અને ત્રણ બાળકો સિપિકા, યુવિકા અને સુકરાત છે.

આ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું

સિકંદર ભારતીએ ‘રૂપિયા દસ કરોડ’, ‘ભાઈ ભાઈ’, ‘ઘર કા ચિરાગ’, ‘ઝાલીમ’,’સૈનિક સર ઊઠા કે જિયો’,’રંગીલા રાજા’, ‘પોલીસ વાલા’ અને’દંડનાયક’ જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યુ છે.

કર્ણાટકમાં બે જૂથો વચ્ચે ધોળેદહાડે ગેન્ગવોર, વિડિયો વાઇરલ…

બેંગલુરુઃ બદમાશોની વચ્ચે ગેન્ગવોરનો વિડિયો સામે આવ્યો છે. તેમણે કારને હાઇવે પર ઊભી રાખી હતી અને એકમેકની ગેન્ગના સભ્યોના જીવ લેવા પ્રયાસ કર્યા હતા. કર્ણાટકમાં કાયદો-વ્યવસ્થાની પોલ ખોલતો આ વિડિયો ભાજપે શેર કર્યો છે.

આ વિડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે બે જૂથો વચ્ચે ગેન્ગવોર ચાલી રહી છે, જેમાં એક કાર સામેથી આવે છે અને ત્યાં ઊભેલી બીજી કારને ટક્કર મારી દે છે. બંને કારોમાંથી ગુંડાઓ બહાર નીકળે છે અને એકમેક પર હુમલા શરૂ કરી દે છે. બંને જૂથોના લોકો એકમેકના લોહીના પ્યાસા સ્પષ્ટ નજરે ચઢી રહ્યા છે.

ગેન્ગવોરનો આ વિડિયો 18 મેનો બતાવવામાં આવી રહ્યો છે. અહેવાલ મુજબ આ ગેન્ગવોર ઉડુપી અને મણિપાલની વચ્ચે નેશનલ હાઇવેનો છે. કર્ણાટકમાં કાયદો-વ્યવસ્થાની પોલ ખોલતો આ વિડિયો પર ભાજપે ટોણો મારતાં કહ્યું હતું કે આને ‘કર્ણાટક મોડલ’ કહેવાય.

આ વિડિયો પોસ્ટ કરતાં ભાજપે કહ્યું હતું કે ગેન્ગવોર, યુવતીઓ પર બળાત્કાર, મારપીટ, હત્યા, બોમ્બ વિસ્ફોટ, ગાંજા, અફીણ, રેવ પાર્ટીઓ, પાકિસ્તાન જિંદાબાદનો સૂત્રોચ્ચાર- આ બધું કોંગ્રેસ વહીવટી તંત્રમાં સામાન્ય બાબત છે. સરકાર દ્વારા પોલીસને ખુલ્લી છૂટ આપવાતી અને કઠપૂતળી બનાવી રાખવાનું પરિણામ આજે અરાજકતાનો માહોલ છે આ કર્ણાટક મોડલ છે, જે કોંગ્રેસ દેશને બતાવી રહી છે.

કર્ણાટકમાં કાયદો વ્યવસ્થાની ખરાબ સ્થિતિ માટે સિદ્ધારમૈયા સકારના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારને જવાબદાર ઠેરવતાં કહ્યું હતું કે રાજ્ય માદક પદાર્થો અને રેવ પાર્ટીઓનો અડ્ડો બનતી જઈ રહી છે. ભાજપે એના માટે ‘ઊડતા બેંગલુરુ’ શબ્દનો ઉપયોગ કર્યો હતો.

 

 

કાન્સમાં બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય અભિનેત્રી કોણ છે?

મુંબઈ: 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય સ્ટાર્સે પોતાનો પ્રભાવ પાડ્યો છે. ઘણા પ્રખ્યાત સ્ટાર્સે રેડ કાર્પેટ પર હાજરી આપી હતી. ભારતીય અભિનેત્રી અનસૂયા સેન ગુપ્તાએ તો જાણે ભારતો ઝંડો ગાળી દીધો છે. તેણીએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024માં દેશને સન્માન અપાવ્યું છે.કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એવોર્ડ જીતનારી તે પ્રથમ ભારતીય અભિનેત્રી છે. તેણીને તેની ફિલ્મ ‘ધ શેમલેસ’ (2024) માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે. આ ફિલ્મ કોન્સ્ટેન્ટિન બોઝાનોવ દ્વારા નિર્દેશિત છે. ફિલ્મમાં અનસૂયા એક સેક્સ વર્કરની ભૂમિકા ભજવે છે, જે એક પોલીસકર્મીની હત્યા કરે છે અને વેશ્યાલયમાં ભાગી જાય છે.

અનસૂયા પ્રોડક્શન ડિઝાઇનર છે

અનસૂયાએ પોતાના કરિયરની શરૂઆત પ્રોડક્શન ડિઝાઇનર તરીકે કરી હતી. આ ફિલ્મ માટે તેને ફેસબુક દ્વારા શોધવામાં આવી હતી. વાસ્તવમાં અભિનેત્રીના એક મિત્રએ તેની પ્રતિભા જોઈને તેને ઓડિશન માટે પ્રપોઝ કર્યું હતું.’ધ શેમલેસ’માં રેણુકા તરીકેના તેના પ્રભાવશાળી અભિનયથી તેણીને આ સન્માન મળ્યું છે.’ધ શેમલેસ’ની આખી ટીમ આની ઉજવણી કરી રહી છે.

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના અન સર્ટન રિગાર્ડ સેગમેન્ટમાં શ્રેષ્ઠ અભિનેત્રી માટે અનસૂયાની પસંદગી કરવામાં આવી છે. એવોર્ડ જીત્યા પછી અનસૂયાએ તેને ગે સમુદાય અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોની બહાદુરીને સમર્પિત કર્યો.

અનસૂયાએ મસાબા-મસાબાનો સેટ ડિઝાઇન કર્યો છે

અનસૂયા સેન ગુપ્તા મૂળ કોલકાતાની છે. તેણે પોતાના કરિયરની શરૂઆત પ્રોડક્શન ડિઝાઇનર તરીકે કરી હતી. તમને જણાવી દઈએ કે અભિનેત્રીએ નેટફ્લિક્સ શો મસાબા-મસાબાનો સેટ ડિઝાઇન કર્યો હતો. એક ઈન્ટરવ્યુમાં પોતાના અનુભવો શેર કરતા અનસૂયાએ કહ્યું, ‘જ્યારે કોન્સ્ટેન્ટિને મને સમાચાર આપ્યા કે અમારી ફિલ્મ કાન્સ માટે નોમિનેટ થઈ છે, ત્યારે હું મારી ખુરશી પરથી કૂદી પડી હતી.’

શેરબજારની છેતરપિંડીમાં ચાર મહિનામાં બેંગલુરુવાસીઓ રૂ. 200 કરોડ ગુમાવ્યા

બેંગલુરુઃ શેરબજારમાં હાલ આગઝરતી તેજી થઈ રહી છે, જેથી છેલ્લાં કેટલાંક વર્ષોમાં લોકોની વચ્ચે સ્ટોક માર્કેટ, મ્યચ્યુઅલ ફંડ અને અન્ય નાણાકીય સાધનોમાં મૂડીરોકાણનો ક્રેઝ વધ્યો છે, પણ  IT સિટી બેંગલુરુમાં છેલ્લા ઘણા સમયથી સ્ટોક માર્કેટની છેતરપિંડીના કેસોમાં વધારો થયો છે.

છેલ્લા ચાર મહિનામાં શહેરના લોકોએ કુલ 197 કરોડ ગુમાવ્યા છે. છેલ્લા ચાર મહિનામાં કુલ 735 એવા કેસ નોંધવામાં આવ્યા છે, જેમાં લોકોની સાથે મૂડીરોકાણને નામ પર ફ્રોડ થયો છે. આશ્ચર્યની વાત એ છે કે એક પણ કેસમાં પોલીસ રિકવરી કરવામાં સફળ નથી રહી. માત્ર 10 ટકા કેસોમાં માત્ર બેન્ક ખાતાં ફ્રીઝ કરી શકાયા છે.ફેબ્રુઆરીમાં સૌથી વધુ સ્ટોક માર્કેટ ફ્રોડના કેસો સામે આવ્યા છે. સાઇબર પોલીસે આ મામલાઓની તપાસ માટે સ્પેશિયલ ટીમની રચના કરી છે. પોલીસના જણાવ્યાનુસાર ફેબ્રુઆરીમાં પ્રતિ દિન સ્ટોક માર્કેટ ફ્રોડથી જોડાયેલા આઠ કેસ નોંધાયા હતા. કુલ 237 કેસોમાં લોકોની સાથે મૂડીરોકાણને નામે રૂ. 88 કરોડની છેતરપિંડી થઈ હતી.

એડિશનલ સંયુક્ત પોલીસ કમિશનર ચંદ્રગુપ્તે જણાવ્યું હતું કે લોકો લાલચને કારણે આ અપરાધીઓની ચુંગાલમાં ફસાઈ જાય છે. છેતરપિંડીનો શિકાર થયેલા મોટા ભાગના 30 વર્ષથી ઓછી વયના છે અને બજાર વિશે જાણકારી ધરાવે છે, પણ વધુ રિટર્નની લાલચે અપરાધીઓનો શિકાર બની રહ્યા છે.

 

 

 

 

 

 

 

 

પૂર સ્પીડમાં વધી રહ્યું છે ‘રેમલ’, ક્યાં રાજ્યમાં થશે અસર?

દેશમાં એક બાજું જ્યાં ગરમીનું તાંડવ જોવા મળી રહ્યું છે. જ્યાં બીજી બાજું બંગાળની ખાડીમાં બની રહેલું વાવાઝોડું વધુ ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગનું માનીએ તો ચોમાસા પહેલા બંગાળની ખાડીમાં બની રહેલું આ પહેલું તોફાન છે. જેને રેમલ નામ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગનું કહેવું છે કે આજ સાંજ સુધીમાં તે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે અને રવિવાર મધરાત સુધીમાં ગંભીર ચક્રવાતી તોફાનનું સ્વરૂપ લઈ લેશે. રેમલ પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં દક્ષિણ પૂર્વથી લગભગ 380 કિમી અને બાંગ્લાદેશથી 490 કિમી દુર દક્ષિણમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું. 25 જૂનની સાંજ સુધીમાં તે એક ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે અને રવિવારે 26 તારીખની મધરાત સુધીમાં તે ગંભીર ચક્રવાતી તોફાનનું સ્વરૂપ લઈ લેશે અને તેના બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના તટોને પાર કરવાની શક્યતા છે.

હવામાન વિભાગે 26 અને 27મી મેના રોજ પશ્ચિમ બંગાળના કાંઠાવાળા જિલ્લાઓ અને ઉત્તર ઓડિશાની આજુબાજુના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની સાથે મોટાભાગના સ્થળો પર હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. 26 મેના રોજ પશ્ચિમ બંગાળના કાંઠાવાળા જિલ્લાઓમાં ભારે વરસાદ  પડી શકે છે.

ગુજરાતમાં મેઘ થશે આગમન!

આ બાજુ રાજ્ય માટે રાજ્ય વાસીઓને આકરી ગરમીમાંથી રાહત મળવાની આંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. આગામી બે દિવસ બાદ રાજ્યવાસીઓને મળશે ગરમીથી રાહત. આજથી દક્ષિણ પશ્ચિમી તટો પર ભારે વરસાદની શક્યતા રહેશે. પવનની ગતિ 100 km ઉપર રહેવાની શક્યતા છે. બંગાળાના ઉપસગાર અને અરબસાગર ના ભેજ અને પવનો અથડાઈ પડતા ગાજવીજ સાથે રોહિણી નક્ષત્રનો વરસાદ ગુજરાતમાં થશે. 26 મે થી 4 જૂન વચ્ચે દેહ દઝાડતી ગરમીથી રાહત મળશે. 4 જૂન સુધીમાં રાજ્યના ઘણા ભાગો માં 40 ડિગ્રી તાપમાન રહેશે.

દેશમાં ગંભીર હીટવેવની સાથે ‘રેમલ’ વાવાઝોડાનું હાઇ એલર્ટ

નવી દિલ્હીઃ દેશમાં પહેલી માર્ચથી અત્યાર સુધી 16,000 લોકો હીટ સ્ટ્રોકનો શિકાર થયા છે. પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી NCRના કેટલાક ભાગોમાં, પશ્ચિમ મધ્ય પ્રદેશના અલગ-અલગ ભાગોમાં ગંભીર હીટવેવની સંભાવના છે અને જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ-અલગ ભાગોમાં હીટવેવની સંભાવના છે.

બીજી બાજુ 24થી 26 મે સુધી કેરળ, લક્ષદ્વીપ અને તટીય કર્ણાટકમાં વીજ ચમકવા અને તેજ હવાઓની સાથે વરસાદની સંભાવના છે. કોસ્ટલ આંધ્ર પ્રદેશ, યનમ, રાયલસીમા, તેલંગાણા અને અંતરિયાળ કર્ણાટકમાં પણ વરસાદની સંભાવના છે. આ સાથે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 27 મેએ ભારે વરસાદ, જ્યારે 26 અને 28 મેએ પણ ભારે વરસાદ થવાની શક્યતા છે.

આ સાથે ઉત્તર તરફ વધતા ગંભીર વાવાઝોડું રેમલ સાગર દ્વીપ અને ખેપુપારાની વચ્ચે બંગલાદેશ અને એની આસપાસના પશ્ચિમ બંગાળના તટોને પાર કરવાની સંભાવના છે.

હવામાન વિભાગ (IMD)ના વૈજ્ઞાનિક ડૌ. આનંદકુમાર દાસે જણાવ્યું હતું કે વાવાઝોડું શનિવારે રાતે આવવાની સંભાવના છે, પરંતુ રાહતની વાત એ છે કે એ ભારતમાં નહીં, પણ બંગલાદેશમાં વિનાશ વેરે એવી શક્યતા છે.

દેશમાં એપ્રિલ, 2024એ ગરમીના તમામ રેકોર્ડ તોડ્યા છે. આ વર્ષે ઉત્તર ભારતમાં ઇતિહાસમાં સૌથી ગરમ એપ્રિલ રહ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યાનુસાર આ વર્ષે એપ્રિલમાં સરેરાશ તાપમાન સામાન્યથી બે ડિગ્રી વધુ રહ્યું હતું.

 

 

 

 

 

 

 

 

 

National Wine Day: કેવી રીતે બને છે વાઈન? જાણો અહીં

દારૂના ઘણા પ્રકારો છે. બીયર, વ્હિસ્કી, વોડકા, શેમ્પેઈન અને વાઈન. આમાં વાઇન સૌથી ખાસ માનવામાં આવે છે. તેને લક્ઝરી આલ્કોહોલ પણ કહી શકાય. સામાન્ય રીતે વાઇન દ્રાક્ષમાંથી બનાવવામાં આવે છે. તેને બનાવવાની પ્રક્રિયા અને તેના ફાયદાની ઉજવણી કરવા માટે 28મી ઓગસ્ટને રાષ્ટ્રીય રેડ વાઈન દિવસ (National Wine Day) તરીકે પણ ઉજવવામાં આવે છે. અલબત્ત વાઇન એક આલ્કોહોલિક પદાર્થ છે પરંતુ તે અન્ય દારૂ કરતાં આરોગ્ય માટે વધુ સારું માનવામાં આવે છે. આને ધ્યાનમાં રાખીને શૂમેકર-ગેલોવેએ 2014માં રેડ વાઈન ડે ઉજવવાનું શરૂ કર્યું. આ સમયે તેને ઉજવવાનું બીજું કારણ એ છે કે આ દ્રાક્ષ પકાવવાનો સમય છે. આના થોડા સમય પછી પાનખર પણ શરૂ થાય છે. આવી સ્થિતિમાં વાઇન બનાવવાની તૈયારી પણ આ સમયથી શરૂ થાય છે. હવે જાણો વાઇન કેવી રીતે બને છે.

જાણો વાઇનની એક બોટલમાં કેટલી દ્રાક્ષની જરૂર છે?
વાઇનના ઘણા પ્રકાર છે, પરંતુ આ બધામાં રેડ વાઇન સૌથી વધારે જાણીતી છે. આ રેડ વાઈન દ્રાક્ષમાંથી બનાવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે લાલ અને કાળી દ્રાક્ષમાંથી શ્રેષ્ઠ વાઈન બનાવવામાં આવે છે. વાઇનની એક બોટલ બનાવવા માટે જરૂરી દ્રાક્ષની સંખ્યા બોટલના આકાર અને કદ પર આધારિત છે. ઉદાહરણ તરીકે, જો બોટલ 75 મિલીલીટરની હોય, તો તેટલી વાઇન બનાવવા માટે લગભગ 1 કિલો દ્રાક્ષની જરૂર પડે છે. આ જથ્થો દ્રાક્ષના કદ અને તેમાં રહેલા રસના આધારે પણ નક્કી કરવામાં આવે છે.

જાણો દ્રાક્ષમાંથી વાઇન કેવી રીતે બને છે?
દ્રાક્ષમાંથી વાઇન બનાવવાની એક યોગ્ય પ્રક્રિયા છે. આ માટે સાત તબક્કા છે. સૌ પ્રથમ, વાઇન બનાવવા માટે તમારે દ્રાક્ષ તોડવામાં આવે છે. પછી મશીન દ્વારા દ્રાક્ષમાંથી કાઢવામાં આવે છે.જ્યારે દ્રાક્ષમાંથી રસ છૂટે છે, ત્યારે તેને આથો લાવવા માટે રાખવામાં આવે છે. આ માટે લોકો લાકડાના મોટા કન્ટેનરનો ઉપયોગ કરે છે. કેટલાક લોકો બેરલનો પણ ઉપયોગ કરે છે. જ્યારે દ્રાક્ષના રસનો આથો આવી જાય ત્યારે તેનો રસ સાફ કરીને કાઢવો પડે છે. ત્યાર બાદ તેને બોટલોમાં ભરીને વેચાણ માટે તૈયાર કરવામાં આવે છે. કંપનીના ફોર્મેટ મુજબ વાઇનની દરેક બોટલ માટે ત્રણ કિલો દ્રાક્ષનો વપરાશ થાય છે.

રેડ વાઇનમાં ઘણા પોષક તત્વો જોવા મળે છે
કાર્બોહાઇડ્રેટ્સ અને ખનિજો મુખ્યત્વે રેડ વાઇનમાં જોવા મળે છે. વાઇનમાં એવા પદાર્થો હોય છે જે હૃદય રોગ અને કેટલાક ક્રોનિક રોગો પર નોંધપાત્ર અસર કરી શકે છે. જેમ આપણે ઉપર ઉલ્લેખ કર્યો છે કે રેડ વાઇન મુખ્યત્વે દ્રાક્ષમાંથી બનાવવામાં આવે છે અને દ્રાક્ષ ઘણા પ્રકારના એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ છે.

લોકસભા ચૂંટણીમાં 11 કલાક સુધી 25.76 ટકા મતદાનઃ UPમાં વધુ મતદાન

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના  છઠ્ઠા તબક્કામાં શનિવારે ઉત્તર પ્રદેશની 14 સીટો, હરિયાણાની 10 સીટો, બિહાર ને પશ્ચિમ બંગાળની આઠ-આઠ સીટો, ઓડિશાની છ સીટો, ઝારખંડની ચાર સીટો અને જમ્મુ-કાશ્મીરની એક સીટ પર મતદાન થઈ રહ્યું છે. ચૂંટણીનાં પરિણામો ચોથી જૂને આવશે. આ તબક્કામાં પશ્ચિમ બંગાળમાં મતદાન મામલે સૌથી આગળ છે. ઓડિશામાં સૌથી ઓછું મતદાન થયું છે.

આ છઠ્ઠા તબક્કામાં 889 ઉમેદવારોની ચૂંટણીની કિસ્મતનો નિર્ણય 11 કરોડથી વધુ મતદાતાઓ કરશે. જેમાં 5.84 કરોડ પુરુષ, 5.29 કરોડ મહિલાઓ અને 5120 થર્ડ જેન્ડર મતદાતા સામેલ છે.દિલ્હીમાં પિતા, બાળકો સાથે અરવિંદ કેજરીવાલે અને તેમનાં પત્નીએ સિવિલ લાઇન્સ બૂથ પર મતદાન કર્યું હતું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ છઠ્ઠા તબક્કામાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જોકે દિલ્હી, બિહાર કરતાં ઉત્તર પ્રદેશમાં વધુ મતદાન થયું હતું.

લોકસભાના છઠ્ઠા તબક્કામાં સવારે 11 કલાક સુધી બિહારમાં 23.7 ટકા, દિલ્હીમાં 22.1 ટકા, હરિયાણામાં 23.1 ટકા, જમ્મુ અને કાશ્મીરમાં 27.8 ટકા ઝારખંડમાં 21.7 ટકા ઓડિશામાં 21.3 ટકા ઉત્તર પ્રદેશમાં 27.1 ટકા અને પશ્ચિમ બંગાળમાં 36.9 ટકા મતદાન થયું છે.ચૂંટણીના આ છઠ્ઠા તબક્કામાં જે મુખ્ય હસ્તીઓની કિસ્મત દાવ છે, એમાં ઓડિશાના સંબલપુરથી ચૂંટણી લડી રહેલા ધર્મેન્દ્ર પ્રધાન, ઉત્તર-પૂર્વ દિલ્હીથી ભાજપના મનોજ તિવારી અને કોંગ્રેસના કન્હૈયા કુમાર, ઉત્તર પ્રદેશના સુલતાનપુર સીટથી ભાજપનાં મેનકા ગાંધી અને જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજોરી સીટછી PdPનાં મહેબૂબા મુફ્તી સામેલ છે.