લોકસભા ચૂંટણીમાં 11 કલાક સુધી 25.76 ટકા મતદાનઃ UPમાં વધુ મતદાન

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના  છઠ્ઠા તબક્કામાં શનિવારે ઉત્તર પ્રદેશની 14 સીટો, હરિયાણાની 10 સીટો, બિહાર ને પશ્ચિમ બંગાળની આઠ-આઠ સીટો, ઓડિશાની છ સીટો, ઝારખંડની ચાર સીટો અને જમ્મુ-કાશ્મીરની એક સીટ પર મતદાન થઈ રહ્યું છે. ચૂંટણીનાં પરિણામો ચોથી જૂને આવશે. આ તબક્કામાં પશ્ચિમ બંગાળમાં મતદાન મામલે સૌથી આગળ છે. ઓડિશામાં સૌથી ઓછું મતદાન થયું છે.

આ છઠ્ઠા તબક્કામાં 889 ઉમેદવારોની ચૂંટણીની કિસ્મતનો નિર્ણય 11 કરોડથી વધુ મતદાતાઓ કરશે. જેમાં 5.84 કરોડ પુરુષ, 5.29 કરોડ મહિલાઓ અને 5120 થર્ડ જેન્ડર મતદાતા સામેલ છે.દિલ્હીમાં પિતા, બાળકો સાથે અરવિંદ કેજરીવાલે અને તેમનાં પત્નીએ સિવિલ લાઇન્સ બૂથ પર મતદાન કર્યું હતું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ છઠ્ઠા તબક્કામાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જોકે દિલ્હી, બિહાર કરતાં ઉત્તર પ્રદેશમાં વધુ મતદાન થયું હતું.

લોકસભાના છઠ્ઠા તબક્કામાં સવારે 11 કલાક સુધી બિહારમાં 23.7 ટકા, દિલ્હીમાં 22.1 ટકા, હરિયાણામાં 23.1 ટકા, જમ્મુ અને કાશ્મીરમાં 27.8 ટકા ઝારખંડમાં 21.7 ટકા ઓડિશામાં 21.3 ટકા ઉત્તર પ્રદેશમાં 27.1 ટકા અને પશ્ચિમ બંગાળમાં 36.9 ટકા મતદાન થયું છે.ચૂંટણીના આ છઠ્ઠા તબક્કામાં જે મુખ્ય હસ્તીઓની કિસ્મત દાવ છે, એમાં ઓડિશાના સંબલપુરથી ચૂંટણી લડી રહેલા ધર્મેન્દ્ર પ્રધાન, ઉત્તર-પૂર્વ દિલ્હીથી ભાજપના મનોજ તિવારી અને કોંગ્રેસના કન્હૈયા કુમાર, ઉત્તર પ્રદેશના સુલતાનપુર સીટથી ભાજપનાં મેનકા ગાંધી અને જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજોરી સીટછી PdPનાં મહેબૂબા મુફ્તી સામેલ છે.