‘રંગીલા રાજા’જેવી ફિલ્મોના નિર્દેશક સિકંદર ભારતીનું 60 વર્ષની વયે નિધન

મુંબઈ: પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક સિકંદર ભારતીનું ગત રોજ એટલે કે શુક્રવાર, 24 મે 2024 ના રોજ મુંબઈમાં અવસાન થયું. દિગ્દર્શકે 60 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. સિકંદર ભારતીના અંતિમ સંસ્કાર આજે 25 મે, સવારે 11 વાગ્યે જોગેશ્વરી વેસ્ટ, મુંબઈમાં આવેલા ઓશિવારા સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા.

આ પહેલા તેમના ઘર રાજગૃહ અંધેરી વેસ્ટમાંથી અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી જેમાં તેમના નજીકના મિત્રો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની કેટલીક હસ્તીઓ સામેલ થઈ હતી.સિકંદર ભારતીના પરિવારમાં તેની પત્ની પિંકી અને ત્રણ બાળકો સિપિકા, યુવિકા અને સુકરાત છે.

આ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું

સિકંદર ભારતીએ ‘રૂપિયા દસ કરોડ’, ‘ભાઈ ભાઈ’, ‘ઘર કા ચિરાગ’, ‘ઝાલીમ’,’સૈનિક સર ઊઠા કે જિયો’,’રંગીલા રાજા’, ‘પોલીસ વાલા’ અને’દંડનાયક’ જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યુ છે.