કાન્સમાં બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય અભિનેત્રી કોણ છે?

મુંબઈ: 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય સ્ટાર્સે પોતાનો પ્રભાવ પાડ્યો છે. ઘણા પ્રખ્યાત સ્ટાર્સે રેડ કાર્પેટ પર હાજરી આપી હતી. ભારતીય અભિનેત્રી અનસૂયા સેન ગુપ્તાએ તો જાણે ભારતો ઝંડો ગાળી દીધો છે. તેણીએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024માં દેશને સન્માન અપાવ્યું છે.કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એવોર્ડ જીતનારી તે પ્રથમ ભારતીય અભિનેત્રી છે. તેણીને તેની ફિલ્મ ‘ધ શેમલેસ’ (2024) માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે. આ ફિલ્મ કોન્સ્ટેન્ટિન બોઝાનોવ દ્વારા નિર્દેશિત છે. ફિલ્મમાં અનસૂયા એક સેક્સ વર્કરની ભૂમિકા ભજવે છે, જે એક પોલીસકર્મીની હત્યા કરે છે અને વેશ્યાલયમાં ભાગી જાય છે.

અનસૂયા પ્રોડક્શન ડિઝાઇનર છે

અનસૂયાએ પોતાના કરિયરની શરૂઆત પ્રોડક્શન ડિઝાઇનર તરીકે કરી હતી. આ ફિલ્મ માટે તેને ફેસબુક દ્વારા શોધવામાં આવી હતી. વાસ્તવમાં અભિનેત્રીના એક મિત્રએ તેની પ્રતિભા જોઈને તેને ઓડિશન માટે પ્રપોઝ કર્યું હતું.’ધ શેમલેસ’માં રેણુકા તરીકેના તેના પ્રભાવશાળી અભિનયથી તેણીને આ સન્માન મળ્યું છે.’ધ શેમલેસ’ની આખી ટીમ આની ઉજવણી કરી રહી છે.

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના અન સર્ટન રિગાર્ડ સેગમેન્ટમાં શ્રેષ્ઠ અભિનેત્રી માટે અનસૂયાની પસંદગી કરવામાં આવી છે. એવોર્ડ જીત્યા પછી અનસૂયાએ તેને ગે સમુદાય અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોની બહાદુરીને સમર્પિત કર્યો.

અનસૂયાએ મસાબા-મસાબાનો સેટ ડિઝાઇન કર્યો છે

અનસૂયા સેન ગુપ્તા મૂળ કોલકાતાની છે. તેણે પોતાના કરિયરની શરૂઆત પ્રોડક્શન ડિઝાઇનર તરીકે કરી હતી. તમને જણાવી દઈએ કે અભિનેત્રીએ નેટફ્લિક્સ શો મસાબા-મસાબાનો સેટ ડિઝાઇન કર્યો હતો. એક ઈન્ટરવ્યુમાં પોતાના અનુભવો શેર કરતા અનસૂયાએ કહ્યું, ‘જ્યારે કોન્સ્ટેન્ટિને મને સમાચાર આપ્યા કે અમારી ફિલ્મ કાન્સ માટે નોમિનેટ થઈ છે, ત્યારે હું મારી ખુરશી પરથી કૂદી પડી હતી.’