અમદાવાદઃ રાજ્યમાં કાળઝાળ ગરમીને કારણે વડોદરામાં નવ લોકોનાં મોત થયાં છે, જ્યારે સુરેન્દ્રનગરમાં બે યુવકે જીવ ગુમાવ્યા છે. લખતરમાં 20 વર્ષીય પાર્થ પટેલનું હાર્ટ એટેકથી મોત થયું છે તો સાયલામાં 45 વર્ષીય ધીરુભાઈનું હાર્ટ એટેકથી મોત થયું છે.
વડોદરામાં છેલ્લા સાત દિવસમાં ગરમીને કારણે 29થી વધુ લોકો મોતને ભેટ્યા હતા. વડોદરામાં ગરમીના કહેર વચ્ચે SSG દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે દર્દીઓની સંખ્યા વધતા અલગથી વોર્ડ બનાવવાની ફરજ પડી છે. ગભરામણ, હાર્ટ એટેક, હીટ સ્ટ્રોક સહિતને કારણે લોકોએ જીવ ગુમાવ્યો છે. હીટવેવને પગલે GEB લાઇનના ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલનું પણ મોત થયું છે.
બીજી તરફ હવામાન વિભાગની આગાહી અનુસાર આજે કુલ 20 થી વધુ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, વડોદરા, આણંદ, અરવલ્લી, ખેડા,જૂનાગઢ, ભાવનગર, કચ્છ, બોટાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.
રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યા છે. હાલ ગરમીની વચ્ચે હાર્ટ અટેકનો કેસ વધી રહ્યા છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર હૃદય રોગ સૌથી વધુ મૃત્યુનું કારણ બને છે. આજકાલ સ્વસ્થ દેખાતા વ્યક્તિનું અચાનક મૃત્યુ થાય છે, જેની પાછળનું કારણ સાયલન્ટ હાર્ટ એટેક પણ હોઈ શકે છે. આ હાર્ટ એટેક સાયલન્ટ કિલર એટલે છે કે અચાનક જ આવે છે અને બચાવનો સમય નથી આપતો.




એસિડ એટેક થયો તે પહેલાં પ્રિન્સ સુરતમાં ફ્રિલાન્સ મોડલિંગનું કામ કરતો હતો. તેઓ મિત્રોની કપડાંની દુકાન માટે પણ મોડલિંગ કરતા હતા. તેમાંના એક મિત્રને લાગ્યું કે તેમની પત્ની સાથે પ્રિન્સને સંબંધો છે અને શંકાને આધારે તેમણે પ્રિન્સના ચહેરા પર એસિડ ફેંક્યો હતો. તેઓ લાંબા સમય સુધી ICUમાં હતા. લક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા મદદ મળ્યા બાદ પ્રિન્સનું જીવન ફરી નોર્મલ થઈ રહ્યું છે.
ડૉ. નવપ્રીત કૌરનું કહેવું છે કે લક્ષ્મીના કેસ બાદ સુપ્રીમ કોર્ટે એસિડના વેચાણ માટે ખાસ ગાઈડલાઈન બહાર પાડી છે. આ ગાઈડલાઈનમાં ન માત્ર એસિડના વેચાણ અંગેના પરંતુ કોણ એસિડની ખરીદી કરી શકે છે તેના પણ નિયમો છે. તેમ છતાં આ નિયમોનું કડક પાલન થતું નથી. એટલું જ નહીં મોટાભાગના કિસ્સાઓમાં લોકો આ નિયમો વિશે જાણતા પણ નથી. આથી તેમની સંસ્થા દ્વારા અવેરનેસ ફેલાવવા તે માટે લોકોને એજ્યુકેટ કરવા પર ખાસ ભાર આપવામાં આવે છે. સાથે તેમણે એમ પણ કહ્યું કે એસિડ લોકોના મગજમાં તેમની સાયકલોજીમાં ભરાયેલો હોય છે. જેનો નિકાલ કરવો આપણા સૌની ફરજ છે. આપણા બાળકોનું પ્રશિક્ષણ એવું હોવું જોઈએ અથવા તો તેમને સંવેદનશીલ બનાવવા જોઈએ જેથી ક્યારેય પણ આ પ્રકારનો ગુનો કરવાનો તેમને વિચાર જ ન આવે. એસિડ એવો પદાર્થ છે કે જે ખૂબ સરળતાથી સસ્તો મળી જાય છે. આથી ગુનેગાર જે સામેવાળી વ્યક્તિને નુક્સાન પહોંચાડવા માંગે છ તેના માટે આ ખુબ જ સરળ રસ્તો બની જાય છે. જો કે એસિડના વેચાણ-ખરીદીના નિયમોનું લોકો કડકાઈથી પાલન કરશે તો ચોક્કસથી આ પ્રકારના કેસોમાં ઘટાડો નોંધાશે.

ઇંગ્લિશ લેંગવેજ ટ્રેનિંગ (ELT) પ્રોગ્રામ એ લોકો માટે બનાવવામાં આવ્યો છે, જેમણે પહેલાં ક્યારેય અંગ્રેજી નથી બોલી. આ પ્રોગ્રામમાં લોકો ભાષા અને સંવાદની પાયાની વાત શીખે છે. અંગ્રેજી સિવાય ઇટાલવી, ફ્રેંચ, સ્પેનિશ અને મંદારિન જેવી અન્ય ભાષાઓ શીખવાની તક મળે છે. વળી, અંગ્રેજી શીખવાવાળાઓમાં વયસ્કોની સંખ્યા સૌથી વધુ છે. તેઓ કેરિયરને આગળ વધારવા માટે કે વિદેશમાં નોકરી મેળવવા અંગ્રેજી શીખી રહ્યા છે. અંગ્રેજી ભાષાની તાલીમની સૌથી વધુ માગ એશિયા પ્રશાંત ક્ષેત્રમાં છે. વળી, અહીંની મોટી વસતિ અને વધતું અર્થતંત્ર આ બજારને આગળ વધારી રહ્યું છે.

















