પૂર સ્પીડમાં વધી રહ્યું છે ‘રેમલ’, ક્યાં રાજ્યમાં થશે અસર?

દેશમાં એક બાજું જ્યાં ગરમીનું તાંડવ જોવા મળી રહ્યું છે. જ્યાં બીજી બાજું બંગાળની ખાડીમાં બની રહેલું વાવાઝોડું વધુ ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગનું માનીએ તો ચોમાસા પહેલા બંગાળની ખાડીમાં બની રહેલું આ પહેલું તોફાન છે. જેને રેમલ નામ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગનું કહેવું છે કે આજ સાંજ સુધીમાં તે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે અને રવિવાર મધરાત સુધીમાં ગંભીર ચક્રવાતી તોફાનનું સ્વરૂપ લઈ લેશે. રેમલ પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં દક્ષિણ પૂર્વથી લગભગ 380 કિમી અને બાંગ્લાદેશથી 490 કિમી દુર દક્ષિણમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું. 25 જૂનની સાંજ સુધીમાં તે એક ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે અને રવિવારે 26 તારીખની મધરાત સુધીમાં તે ગંભીર ચક્રવાતી તોફાનનું સ્વરૂપ લઈ લેશે અને તેના બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના તટોને પાર કરવાની શક્યતા છે.

હવામાન વિભાગે 26 અને 27મી મેના રોજ પશ્ચિમ બંગાળના કાંઠાવાળા જિલ્લાઓ અને ઉત્તર ઓડિશાની આજુબાજુના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની સાથે મોટાભાગના સ્થળો પર હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. 26 મેના રોજ પશ્ચિમ બંગાળના કાંઠાવાળા જિલ્લાઓમાં ભારે વરસાદ  પડી શકે છે.

ગુજરાતમાં મેઘ થશે આગમન!

આ બાજુ રાજ્ય માટે રાજ્ય વાસીઓને આકરી ગરમીમાંથી રાહત મળવાની આંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. આગામી બે દિવસ બાદ રાજ્યવાસીઓને મળશે ગરમીથી રાહત. આજથી દક્ષિણ પશ્ચિમી તટો પર ભારે વરસાદની શક્યતા રહેશે. પવનની ગતિ 100 km ઉપર રહેવાની શક્યતા છે. બંગાળાના ઉપસગાર અને અરબસાગર ના ભેજ અને પવનો અથડાઈ પડતા ગાજવીજ સાથે રોહિણી નક્ષત્રનો વરસાદ ગુજરાતમાં થશે. 26 મે થી 4 જૂન વચ્ચે દેહ દઝાડતી ગરમીથી રાહત મળશે. 4 જૂન સુધીમાં રાજ્યના ઘણા ભાગો માં 40 ડિગ્રી તાપમાન રહેશે.