પટનાઃ બિહારમાં ચૂંટણીનો માહોલ ગરમ થઈ રહ્યો છે. ગૃહ મંત્રી અમિત શાહ શુક્રવારે સીતામઢી પહોંચ્યા હતા. અહીં તેમણે પુનૌરા ધામમાં જાનકી (સીતાજી) મંદિરના શિલાન્યાસ કર્યો હતો. અમિત શાહના દ્વારા કરાયેલા આ શિલાન્યાસને સીધું બિહાર વિધાનસભા ચૂંટણી સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. રાજ્યમાં ટૂંક સમયમાં ચૂંટણીની તારીખો જાહેર થવાની શક્યતા છે.
પુનૌરા ધામ શા માટે મહત્વનું છે?
પુનૌરા ધામને સીતાજીનું જન્મસ્થળ માનવામાં આવે છે. આ સ્થળ સીતામઢી શહેરથી પાંચ કિમી દૂર અને ભારત-નેપાળ બોર્ડર પાસે આવેલું છે. અહીં માત્ર બિહાર નહીં, પરંતુ અન્ય ઘણાં રાજ્યોમાંથી પણ શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે.
હવે પ્રશ્ન એ છે કે શું આ મંદિરના શિલાન્યાસથી ભાજપને બિહારમાં હિન્દુત્વના રાજકારણમાં લાભ થઈ શકે છે? બિહારના રાજકારણનો ઈતિહાસ કહે છે કે અહીં સમાજવાદ હાવિ રહ્યો છે. બિહારમાં હિન્દુત્વ ક્યારેય નિર્ણાયક ભૂમિકા ભજવી શક્યું નથી.
વર્ષ 1992માં બાબરી મસ્જિદ વિધાનસ થયાના બાદ 1995ના વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માત્ર 41 બેઠકો જ જીતી શકી હતી. પણ 2015માં ભાજપે તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું જ્યાં તેને 91 બેઠકો પર વિજય મળ્યો હતો.
केंद्रीय गृह मंत्री @AmitShah ने बिहार के सीतामढ़ी में मां सीता की जन्मस्थली पुनौरा धाम मंदिर का भूमिपूजन कर आधारशिला रखी #Sitamarhi #Bihar #PunauraDham #Jankimandir
Watch Live: https://t.co/mF7y4fv3LR pic.twitter.com/rkMoEb6Iro
— डीडी न्यूज़ (@DDNewsHindi) August 8, 2025
જાનકી મંદિર પ્રોજેક્ટ શું છે?
આ જાનકી મંદિર પ્રોજેક્ટ શું છે. આ યોજના સપ્ટેમ્બર, 2023માં મંજૂર થઈ હતી, ત્યારે બિહારમાં JDU-RJD (મહાગઠબંધન)ની સરકાર હતી. આ પ્રોજેક્ટ હેઠળ મંદિરની આજુબાજુ પરિક્રમા માર્ગ બનાવાશે, જેમાં કેફે, પાર્કિંગ, સીતાવાટિકા (સીતાજીનું ઉદ્યાન), લવ-કુશ વાટિકા અને શાંતિ મંડપ (ધ્યાન માટે વિસ્તાર) બનાવવાની યોજના છે. માતા સીતાના જીવન પર આધારિત 3D એનિમેશન ફિલ્મ પણ બનાવાશે. આ વર્ષે જુલાઈમાં નીતીશ કુમારની કેબિનેટે આ યોજનાને 882.87 કરોડ રૂપિયાની મંજૂરી આપી. જેમાંથી 137 કરોડ મંદિર અને આજુબાજુના વિસ્તારોના જીર્ણોદ્ધાર માટે, અને 728 કરોડ રૂપિયાનો ખર્ચ પર્યટન સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે થવાનો છે.
