નવી દિલ્હી: દિલ્હી શરાબ કૌભાંડ મામલામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટ શુક્રવારે ચુકાદો આપશે. CBI કેસમાં જામીન અરજી સિવાય કોર્ટ ધરપકડને પડકારતી અરજીઓ પર પણ પોતાનો ચુકાદો આપશે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની બેંચ આ નિર્ણય આપશે.દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે પહેલાથી જ પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. ત્યારબાદ CBI અને કેજરીવાલે પોતપોતાની દલીલો રજૂ કરી હતી. બંને પક્ષોને સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે જામીન અરજી પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.
કેજરીવાલની અગાઉ ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તે કેસમાં જામીન મળ્યા બાદ CBIએ જેલમાંથી જ તેમની ધરપકડ કરી હતી. આ મામલાની સુનાવણી જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની ખંડપીઠે કરી હતી. આ દરમિયાન કેજરીવાલ વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી હાજર રહ્યા હતા. જ્યારે CBI તરફથી એડિશનલ સોલિસિટર જનરલ એસ. વી. રાજુ હાજર હતા. આ પહેલાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને 9 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. મનીષ સિસોદિયા 17 મહિનાથી તિહાર જેલમાં બંધ હતા. જ્યારે BRS નેતા કે. કવિતાને પણ જામીન મળ્યા હતા.
