અરવિંદ કેજરીવાલ, સિસોદિયા સામે પૂરતા પુરાવાઃ CBI

નવી દિલ્હીઃ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી એક્સાઇઝ પોલિસી સાથે જોડાયેલા ભ્રષ્ટાચાર કેસમાં આરોપ નક્કી કરવાની બાબતે પોતાનો નિર્ણય 27 ફેબ્રુઆરી સુધી માટે અનામત રાખ્યો છે. કોર્ટે આ નિર્ણય CBI તેમ જ દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા અને અન્ય આરોપીઓની દલીલો સાંભળ્યા બાદ લીધો હતો.

CBIએ કોર્ટેને જણાવ્યું હતું કે આ કેસને સંપૂર્ણ ષડયંત્ર તરીકે જોવો જોઈએ. એજન્સીના મુજબ પુરાવાઓની સંપૂર્ણ તપાસ અને તેમની મહત્વતા અંગેનો અંતિમ આકલન ટ્રાયલ દરમિયાન કરવામાં આવશે. તપાસ એજન્સીએ એ પણ કહ્યું કે આરોપ નક્કી કરવા માટે આરોપીઓ સામે પૂરતા પુરાવા ઉપલબ્ધ છે.

બીજા એક સંબંધિત કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુરુવારે દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું કે તે કથિત શરાબ નીતિ કૌભાંડ સાથે જોડાયેલા કેસોમાં અરવિંદ કેજરીવાલને મળેલી રાહત (બરી કરવાના નિર્ણય)ને પડકારશે. આ વાત વધારાના સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ મુખ્ય ન્યાયાધીશ ડી.કે. ઉપાધ્યાય અને ન્યાયમૂર્તિ તેજસ કારિયાની પીઠ સમક્ષ કરી.

કેજરીવાલને બરી કરવાના નિર્ણયને ED આપશે પડકાર

આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે કેજરીવાલના વકીલે કોર્ટ પાસે તેમની અરજી પાછી ખેંચવાની મંજૂરી માગી. આ અરજી ED દ્વારા જારી કરાયેલા સમન્સને પડકારવા માટે દાખલ કરવામાં આવી હતી. વકીલે જણાવ્યું હતું કે હવે તેઓ આ અરજી આગળ વધારવા માગતા નથી, કારણ કે નીચલી કોર્ટએ EDના સમન્સનું પાલન ન કરવાના કેસોમાં કેજરીવાલને બરી કરી દીધા છે. કોર્ટે અરજી પાછી ખેંચવાની મંજૂરી આપી અને તેને ફગાવી હતી.

EDનો આરોપ છે કે દિલ્હીની નવી એક્સાઇઝ (શરાબ) નીતિ કેટલીક ખાનગી કંપનીઓને લાભ પહોંચાડવા માટે બનાવવામાં આવી હતી. એજન્સીના મુજબ આ નીતિ હેઠળ હોલસેલ વેપારમાં 12 ટકા નફો આપવાનું ષડયંત્ર રચાયું હતું, જ્યારે મંત્રીઓના જૂથ (GoM)ની બેઠકના રેકોર્ડમાં આવી કોઈ જોગવાઈ નહોતી. EDએ એ પણ દાવો કર્યો કે વિજય નાયર અને અન્ય કેટલાક લોકોએ “સાઉથ ગ્રુપ” સાથે મળી હોલસેલ વેપારીઓને વધુ નફો અપાવવાની યોજના બનાવી. એજન્સીના કહેવા મુજબ વિજય નાયર અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાની તરફથી કામ કરતા હતા.