ગાંધીનગર: ભગવાન બુદ્ધના પવિત્ર દેવનીમોરી અવશેષોનું ઐતિહાસિક પ્રદર્શન શ્રીલંકામાં પૂર્ણ થઈ ગયું છે. આ પવિત્ર અવશેષોની વાપસી યાત્રા પૂર્ણ થઈ છે.
શ્રીલંકાના બંદરનાયકે આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી સવારે ૧૧:૦૫ વાગ્યે ભારતીય વાયુસેનાના વિશેષ વિમાનમાં આ અવશેષોને ભારત લવવામાં આવ્યા. આ વાપસી યાત્રાનું નેતૃત્વ મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ છગનભાઈ પટેલ અને અરુણાચલ પ્રદેશના ઉપમુખ્યમંત્રી ચૌના મેઇનએ કર્યું છે.
૪ થી ૧૧ ફેબ્રુઆરી સુધી કોલંબોના ગંગારામય મંદિરમાં આ અવશેષોનું પ્રદર્શન યોજાયું હતું, જેમાં એક મિલિયનથી વધુ ભક્તોએ દર્શન કર્યા અને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રદર્શન ભારત અને શ્રીલંકા વચ્ચેના ઊંડા સાંસ્કૃતિક અને નાગરિક સંબંધો તેમજ બૌદ્ધ ધર્મના પ્રાચીન મૂળને પ્રતિબિંબિત કરતું હતું. અવશેષો હવે નવી દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલય પહોંચ્યા છે, જ્યાંથી તેમને વડોદરા પરત લઈ જવામાં આવશે.
રાષ્ટ્રીય સંગ્રહાલયમાં પ્રાર્થના અને આદર સમારોહ દરમિયાન શ્રીલંકાના હાઈ કમિશનર મહિશિની કોલોને, રાષ્ટ્રીય સંગ્રહાલયના એડિશનલ ડિરેક્ટર જનરલ, IBCના સેક્રેટરી જનરલ, IBCના ડિરેક્ટર જનરલ તથા વરિષ્ઠ ભિક્ષુઓ હાજર રહ્યા હતા.
આ ઐતિહાસિક ઘટના બંને દેશો વચ્ચેના વિશ્વાસ અને આધ્યાત્મિક બંધનને વધુ મજબૂત કરશે.