સ્ટોક માર્કેટ : ભારતીય શેરબજાર મામૂલી વધારા સાથે બંધ

સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર મામૂલી વધારા સાથે બંધ થયું હતું. બેન્કિંગ શેરોમાં ઘટાડાને કારણે બજાર દબાણ હેઠળ હતું. પરંતુ આઈટી, એનર્જી, ઓટો સેક્ટરના શેરોમાં રોકાણકારો તરફથી ખરીદી જોવા મળી હતી. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 13.54 પોઈન્ટના ઉછાળા સાથે 59,846 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 25 પોઈન્ટના વધારા સાથે 17,624 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.

સેક્ટરોલ અપડેટ

આજના ટ્રેડિંગ સેશનમાં નિફ્ટી ઓટો, નિફ્ટી આઈટી, ફાર્મા, મેટલ્સ, રિયલ એસ્ટેટ, એનર્જી, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો પ્રભાવશાળી ઉછાળા સાથે બંધ થયા છે. પરંતુ એફએમસીજી, બેન્કિંગ સેક્ટરના શેર નીચે બંધ થયા હતા. આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેર પણ તેજી સાથે બંધ થયા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 32 વધ્યા અને 18 નુકસાન સાથે બંધ થયા. જ્યારે સેન્સેક્સના 30 શેરોમાંથી 17 શેરો ઉછાળા સાથે અને 13 નુકસાન સાથે બંધ થયા હતા.