નવી દિલ્હીઃ વિશ્વ કપ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઇનલથી પહેલાં ટીમ ઇન્ડિયા માટે ઇજા ચિંતાનો વિષય છે. લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલ અને ઝડપી બોલર જયદેવ ઉનડકટ ઇજાગ્રસ્તોની યાદીમાં સામેલ થયા છે અને ઓસ્ટ્રેલિયા સામેની WTC ફાઇનલમાં ભાગ નહીં લઈ શકે. જોકે આ વિશ્વ કપ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સંભવિત ક્રિકેટરોની યાદી જોઈએ, જે ઉનડકટની જગ્યા લઈ શકે.
રવિવારે નેટ્સમાં ઉનડકટ લખનઉમાં બોલિંગ કરતો હયો ત્યારે તેનો ડાબો પગ નેટમાં ફસાઈ ગયો હતો. ત્યાર બાદ ડાબી કોણી તરફ જે જોરથી પડી ગયો હતો. તે સ્કેન માટે મુંબઈ જશે અને BCCI દ્વારા નિયુક્ત એક નિષ્ણાતને મળશે. જોકે તે ઇન્ગલેન્ડમાં ઓસ્ટ્રેલિયા સામેની WTCની ફાઇનલ સુધીમાં ઠીક થાય એવી શક્યતા છે.
મુકેશ કુમાર
29 વર્ષીય મુકેશ કુમારે બંગાળની રણજી ટ્રોફી 2022ની ફાઇનલમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેણે પાંચ મેચોમાં 22.27ની સરેરાશથી 22 વિકેટ લીધી હતી. તેણે પાસે પ્રથમ શ્રેણીમાં 21.50ની સરેરાશથી 39 મેચોમાં 149 વિકેટ લીધી છે.
ઇશાંત શર્મા
અનુભવી ઝડપી બોલર અને છેલ્લે નવેમ્બર 21માં ન્યુ ઝીલેન્ડ પ્રવાસમાં ટેસ્ટ ક્રિકેટ રમી હતી. ઇશાંતે ટેસ્ટ ક્રિકેટમાં 300થી વધુ વિકેટ લીધી હતી અને ઇન્ગલેન્ડની પરિસ્થિતિઓમાં માત્ર 15 ટેસ્ટમાં 51 વિકેટ લીધી હતી.
અવેશ ખાન
અવેશ ખાને મધ્ય પ્રદેશમાં માર્ચ, 2023માં ઇરાની કપ મેચમાં છ વિકેટ લીધી હતી. તેણે રણજી ટ્રોફીમાં વર્ષ 2022માં માત્ર આઠ મેચોમાં 38 વિકેટ લીધી હતી અને ટીમનો અગ્રણી વિકેટ લેનાર ક્રિકેટર બન્યો હતો.