નવી દિલ્હીઃ આ વર્ષે દેશમાં ICC T20વિશ્વ કપનું આયોજન થવાનું છે. આવામાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને તેમની ટીમની સામે મોટી સમસ્યા છે એ છે કે તેમને ભારત માટે વિઝા મળશે? ગુરુવારે થયેલી ICCની બેઠકમાં BCCIએ સ્પષ્ટ કર્યું હતું કે T20 વિશ્વ કપ માટે પાકિસ્તાનના ક્રિકેટરો અને અન્ય સંબંધિત લોકોને વિઝા કરાવી આપવામાં આવશે.
BCCIએ ICCને આશ્વાસન આપ્યું હતું કે તેઓ T20 વિશ્વ કપ માટે પાકિસ્તાની ટીમને વિઝાની સુવિધા કરી આપવામાં આવશે. PCBએ BCCI પાસે ક્રિક્ટરો, પ્રશંસકો, અધિકારીઓ અને પત્રકારો માટે વિઝાની સુવિધા આપવા માટે લેખિત આશ્વાસન માગ્યું છે. જોકે એ સ્પષ્ટ નથી કે શું ભારત સરકાર પાકિસ્તાનની ક્રિકેટ ટીમના ફેન્સને વિઝા આપશે કે નહીં?
દેશમાં ઓક્ટોબર-નવેમ્બરમાં થનારા T20 વિશ્વ કપમાં જો સ્ટેડિયમમાં ફેન્સને પ્રવેશ આપવામાં આવશે તો PCB તેના ફેન્સને સ્ટેડિયમમાં જોવાનું પસંદ કરશે. આવામાં BCCI પાકિસ્તાની નાગરિકોને વિઝા અપાવવામાં મદદ કરશે કે ટીમના ખેલાડીઓ, સભ્યો અને પત્રકારોને જ ભારતના વિઝા મળી શકશે.બંને બોર્ડ વચ્ચેની લડાઈ લાંબા સમયથી જારી હતી.
વર્ષ 2012 પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષી સિરીઝ બંધ છે. એશિયા કપ પણ ભારતની યજમાનીમાં UAEમાં રમવામાં આવ્યો હતો. આવામાં પાકિસ્તાનને વિશ્વાસ નથી કે ભારત સરકાર પાકિસ્તાનના ક્રિકેટરોને વિઝા આપશે કે નહીં, પરંતુ BCCIએ PCBને આશ્વાસન આપ્યું છે.