શું ICCથી વધુ શક્તિશાળી છે BCCI ?: ટ્રેવિસ હેડ, સ્મિથનો વિડિયો વાઇરલ

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોએ એક પોડકાસ્ટમાં એમ કહ્યું છે કે BCCI ICCથી વધુ પાવરફુલ છે. સોસિયલ મિડિયા પર ક્રિકેટર્સનો આ વિડિયો બહુ ઝડપથી વાઇરલ થયો છે. ABC પોડકાસ્ટમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોને સવાલ કરવામાં આવ્યો હતો કે તેઓ ICC, BCCI અને ભારતીય ક્રિકેટનું એક-એક શબ્દમાં વર્ણન કરે. આ સવાલના જવાબમાં પેટ કમિન્સે કહ્યું હતું કે આ ત્રણેમાં બિગ શબ્દ મોટો છે. ત્યાર બાદ ટ્રવિસ હેડે BCCI માટે રુલર (શાસક) કહ્યું હતું. ત્યાર બાદ જ્યારે ICCનો વારો આવ્યો તો તેણે કહ્યું બીજો શાસક છે. આમ કહીને તે હસવા લાગ્યો હતો. તેણે ભારતીય ક્રિકેટને મજબૂત બતાવ્યું હતું.

એ પછી સ્ટીમ સ્મથે કહ્યું હતું કે BCCI શક્તિશાળી છે. તેણે ICC માટે કહ્યું હતું કે તે થોડોક ઓછો શક્તિશાળી છે. જ્યારે ઉસ્માન ખ્વાજાએ આ મુદ્દે જવાબ આપવાનું ટાળ્યું હતું.

ઓસ્ટ્રેલિયન ક્રિક્રેટના એક અન્ય અગ્રણી વ્યક્તિ ગ્લેન મેક્સવેલે BCCIન શક્તિશાળી અને બોસ કહ્યું હતું. જ્યારે ઉસમાન ખ્વાજાએ BCCIને વધુ સ્ટ્રોન્ગ ગણાવ્યું હતું. જ્યારે નાથન લિયોને બિગ બોસ, પેશનેટ, એલેક્સ કૈરીએ BCCIને પાવરફુલ ગણાવ્યું હતું, જ્યારે સ્ટીવ સ્મિથે BCCIને પાવર હાઉસ, લીડર્સ ગણાવ્યું હતું.

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે પાંચ ટેસ્ટ સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો થઈ હતી. એ સાથે બોર્ડર-ગાવસકર ટ્રોફી 1-1થી બરાબર છે. હવે બંને ટીમો ચોથી ટેસ્ટ મેચ માટે તૈયાર છે.