નવી દિલ્હીઃ વન-ડે મેચ હોય કે T-20ની મેચ હોય-રોહિત શર્માથી મોટો કોઈ ઓપનર હાલ વિશ્વ ક્રિકેટમાં નથી, પરંતુ ટેસ્ટ ક્રિકેટની વાત આવે, ત્યારે હિટમેન ટેસ્ટ ક્રિકેટર તરીકે એટલો જાણીતો નથી, પણ છેલ્લા કેટલાક સમયથી તેણે ટેસ્ટ ઓપનર ખુદને સાબિત જરૂર કર્યો છે. જોકે હવે આગામી અડધો ડઝન ટેસ્ટ મેચ છે, જેમાં તેણે ખુદને ઓપનર તરીકે સાબિત કરવો પડશે. જો આ પરીક્ષામાં ફેલ થયો તો તેને સારા ટેસ્ટ ક્રિકેટરનો દરજ્જો નહીં મળે.
રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો પ્રારંભ નીચલા ક્રમે બેટ્સમેનથી કરી હતી, પણ 2013માં તેને ઓપનિંગ કરવાની તક મળી તો તેણે ખુદને એક અલગ ઓળખ અપાવી. આવું જ કંઈક ટેસ્ટ ક્રિકેટમાં પણ તેની સાથે થયું. ટેસ્ટમાં તેને નીચલા ક્રમે એટલો સફળ ન થયો, પણ ટીમ ઇન્ડિયાની ઓપનિંગની નબળાઈ હતી, જે તે ઓપનિંગમાં આવ્યો તો દૂર થઈ અને ટીમ મેનેજમેન્ટની પસંદગી તેણે સાચી સાબિત કરી અને તે સદી પર સદી ફટકારવા માંડ્યો. હાલના સમયમાં તે 2019 પછી ટેસ્ટ ઓપનર તરીકે સરેરાશ મામલે તે ટોચ પર છે.
હવે જો તેણે રોહિત શર્માને પોતાને ટેસ્ટ ક્રિકેટર સાબિત કરવો હોય તો તેણે આગામી છ ટેસ્ટ મેચ માટે મહત્ત્વની છે. આ ટેસ્ટ મેચ ભારતે ઇંગ્લેન્ડની ધરતી પર રમાવાની છે. ન્યુ ઝીલેન્ડની સામે ICC વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રોહિત શર્માને તક મળી છે, જ્યારે ઇંગ્લેન્ડની સામે ટીમ ઇન્ડિયાને પાંચ મેચોની સિરીઝ રમવાની છે. આ રીતે રોહિત શર્માને ખુદને સાબિત કરવા માટે છ મેચ છે.
34 વર્ષીય રોહિત શર્મા હવે કેરિયરના અંતિમ વર્ષોમાં છે. સાત વર્ષોમાં રોહિતનો આ પહેલો ટેસ્ટ પ્રવાસ છે. રોહિતની સરેરાશ 64થી વધુ છે, જે બીજા ટેસ્ટ ઓપનરથી વધુ છે. તેણે ચાર સદી ફટકારી છે, જેમાં એક બેવડી સદીનો પણ સમાવેશ થાય છે.
