હત્યામાં સંડોવણીઃ કુસ્તીબાજ સુશીલને રેલવેએ સસ્પેન્ડ કર્યો

નવી દિલ્હીઃ જુનિયર કક્ષાના કુસ્તીબાજ સાગર ધાનકરની હત્યાના સંબંધમાં ગયા રવિવારે પકડાયેલા ઓલિમ્પિક મેડલવિજેતા કુસ્તીબાજ સુશીલકુમારને ભારતીય રેલવેએ વધુ આદેશ ન મળે ત્યાં સુધી નોકરીમાંથી સસ્પેન્ડ કરી દીધો છે. સુશીલ ઉત્તર રેલવેમાં સિનિયર કમર્શિયલ મેનેજર પદે છે. સુશીલકુમાર સામે ક્રિમિનલ કેસ કરાયો છે અને તપાસ હેઠળ છે. સ્થાનિક કોર્ટે એને છ દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

ગઈ 4 મેએ દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં કુસ્તીબાજોના બે ગ્રુપ વચ્ચે મારામારી થઈ હતી. એમાં ઘાયલ થયેલા 23 વર્ષના કુસ્તીબાજ સાગરનું બાદમાં હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. સુશીલ ત્યારથી ફરાર થયો હતો. આખરે 18 દિવસ બાદ દિલ્હી પોલીસે એને શહેરમાંથી જ પકડ્યો હતો. સુશીલે 2008ની બીજિંગ ઓલિમ્પિક્સમાં કાંસ્ય અને 2012ની લંડન ઓલિમ્પિક્સમાં રજત ચંદ્રક જીત્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]