દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલને ચૂંટણીને લઈ વચ્ચ ગાળાના જામીન આપવામાં આવ્યા છે. જામીન મળતાની સાથે અરવિંદ કેજરીવારે જોરસોરથી પ્રચાર-પ્રસાર શરૂ કરી દીધો છે. આ વચ્ચે અરવિંદ કેજરીવાલે આજે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
18મી મેના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, ‘કાલે હું 12 વાગ્યે પોતાના તમામ નેતાઓની સાથે ભાજપના હેડક્વાર્ટર આવી રહ્યો છું. તમારે જેની ધરપકડ કરવી હોય કરી લો. ભાજપ જેલ-જેલ રમી રહી છે. પહેલા મને જેલમાં નાખ્યો અને આજે મારા પીએને જેલમાં નાખી દીધો. અમે દિલ્હીમાં સારું કામ કર્યું છે, એટલા માટે અમને જેલ મોકલવા માંગે છે. જે કામ તેઓ નથી કરી શકતા તે અમે કરી રહ્યા છીએ.’
કેજરીવાલે કહ્યું કે, ‘અમારો શું વાંક? તમે જોઈ રહ્યા છો કે આ લોકો કેવી રીતે આમ આદમી પાર્ટીની પાછળ પડી ગયા છે. એક બાદ એક અમારા નેતાઓને જેલ મોકલવામાં આવી રહ્યા છે. તમામને જેલ મોકલવાનું ષડયંત્ર છે. તેમણે મને જેલ મોકલી દીધો, મનીષ સિસોદિયાને જેલ મોકલ્યા, સત્યેન્દ્ર જૈનને જેલ મોકલ્યા, સંજય સિંહને જેલ મોકલ્યા, આજે મારા પીએને જેલમાં નાખી દીધા, હવે તેઓ કહી રહ્યા છે કે રાઘવ ચઢ્ઢાને પણ જેલમાં નાખીશું. જે હમણા જ લંડનથી પરત ફર્યા છે. તેઓ કહી રહ્યા છે કે સૌરભ ભારદ્વાજને પણ જેલમાં નાખીશું, આતિશીને પણ જેલમાં નાખીશું. મારે જેને જેલમાં નાખવા હોય તેને નાખીદો. ક્યાં સુધી પીએમ જેલની રમત રમશે.’