આ જનતાની જીત છે, મોદીની નૈતિક હારઃ કોંગ્રેસ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં મત ગણતરી જારી છે. ભાજપ ફરીથી એક વાર દેશમાં સૌથી મોટી પાર્ટી બની છે, પણ બહુમત મળશે એ કહેવું મુશ્કેલ છે. કોંગ્રેસ પાર્ટીના દેખાવે બધાને ચોંકાવ્યા છે. કોંગ્રેસ 99 સીટો પર આગળ ચાલી રહી છે. UPમાં સમાજવાદી પાર્ટી અને બંગાળમાં TMCએ ભાજપને મોટું નુકસાન પહોંચાડ્યું છે. ભાજપે હિમાચલ ને ઉત્તરાખંડમાં ક્લીન સ્વિપ કરતો નજરે ચઢે છે.

કોંગ્રેસ ચૂંટણી પરિણામો પર એક પત્રકાર પરિષદ કરી હતી. પત્રકારો સાથે વાતચીત કરતાં કોંગ્રેસઅધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે આ જનતાની જીત છે, મોદીની વિરુદ્ધ જનાદેશ આવ્યો છે. આ મોદીની નૈતિક હાર છે.

દેશમાં ચૂંટણીમાં જે રીતે PM મોદીએ ચૂંટણી કેમ્પેન ચલાવ્યું હતું, એ લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે. બીજી તરફ અમે સકારાત્મક પ્રચાર કર્યો, જેને કારણે લોકોએ અમારો સાથ આપ્યો હતો. હું ઇન્ડિયા ગઠબંધનના બધા સાથીઓનો આભાર માનું છું. બધા એકજુટ થઈને રહ્યા અને એને કારણે આ પ્રકારનો જમાદેશ મળ્યો હતો.

કોંગ્રેસના ઘોષણાપત્ર વિશે મોદીજીએ જૂઠ ફેલાવ્યું હતું, એ જનતાએ સમજી લીધું હતું, એમ તેમણે કહ્યું હતું.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ ચૂંટણી ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસ પાર્ટી માત્ર ભાજપ સામે નહીં, પણ હિન્દુસ્તાનની સંસ્થા, CBI અને EDની સામે લડી હતી, કેમ કે આ સંસ્થોને વડા પ્રધાન મોદી અને અમિત શાહે ડરાવ્યા, ધમકાવ્યા હતા અને આ લડાઈ બંધારણને બચાવવા માટે હતી.