સોનૂ સૂદે જરૂરિયાતમંદોને આપી ઈ-રિક્ક્ષા

નવી દિલ્હીઃ બોલીવૂડ અભિનેતા સોનૂ સૂદે એક નવી પહેલ શરૂ કરી છે. કોરોના વાઈરસ રોગચાળાને કારણે જે લોકોએ એમની આજીવિકા ગુમાવી દીધી છે એમને તે ગિફ્ટમાં ઈ-રિક્ક્ષા આપી રહ્યો છે. ‘દબંગ’ ફિલ્મના અભિનેતા સોનૂએ તેના ઈન્સ્ટાગ્રામ પર આ નવી પહેલ શરૂ કરી છે જેનું નામ રાખ્યું છેઃ ‘ખુદ કમાઓ ઘર ચલાઓ.’

અભિનેતામાંથી દાનવીર બની ગયેલા 47-વર્ષીય સોનૂનું કહેવું છે કે ચીજવસ્તુઓનું વિતરણ કરવું એના કરતાં નોકરીની તકો પૂરી પાડવી વધારે મહત્ત્વનું છે એવું મારું માનવું છે. મને ખાતરી છે કે મારી આ પહેલથી એવા લોકો ફરી પગભર થઈ શકશે અને આત્મનિર્ભર બની શકશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]