અભિનેત્રી માહિરા ખાનને કોરોના થયો

લાહોરઃ શાહરૂખ ખાન સાથે રઈસ ફિલ્મમાં ચમકનાર પાકિસ્તાનનિવાસી અભિનેત્રી માહિરા ખાનને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો છે. આ આ જાણકારી એણે પોતે જ એનાં સોશિયલ મિડિયા એકાઉન્ટ પર આપી છે. માહિરાએ તેની પોસ્ટમાં લખ્યું છે કે મારો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. હું હાલ આઈસોલેટ થઈ ગઈ છું અને છેલ્લા અમુક દિવસોમાં મારાં ગાઢ સંપર્કમાં આવેલા તમામ લોકોને મેં જાણ કરી દીધી છે. આ સમયગાળો કઠિન છે, પણ ટૂંક સમયમાં જ જતો રહેશે. સૌને અપીલ કરું છું કે તમારા સ્વયંને તેમજ અન્યોને ખાતર માસ્ક પહેરજો અને કોવિડ-19ને લગતા નિયમોનું પાલન કરજો.

ઉલ્લેખનીય છે કે, મનોરંજન ક્ષેત્રમાં અનેક અભિનેતાઓ અને અભિનેત્રીઓ આ મહાબીમારીનો શિકાર બન્યાં છે. આ સિતારાઓ અત્યંત સાવચેતી રાખતા હોવા છતાં તેઓ આ રોગની ઝપટમાં આવ્યાં છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]