આત્મનિર્ભર ભારતઃ સંરક્ષણપ્રધાને કંપનીઓને કાઉન્ટર ડ્રોન સિસ્ટમ સોંપી  

નવી દિલ્હીઃ સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે ડેવલપ્ડ કાઉન્ટર ડ્રોન સિસ્ટમ (DRDO) દ્વારા વિકસિત ડ્રોન ટેક્નોલોજી (CDT)ને અદાણી ડિફેન્સ સિસ્ટમ, લાર્સન એન્ડ ટ્રુબ્રો, એસ્ટ્રા માઇક્રોવેવને સોંપી હતી. આને સંરક્ષણનાં સરંજામ બનાવવા માટે ખાનગી ક્ષેત્રની ભાગીદારી અને ‘મેક ઇન ઇન્ડિયા’ ઝુંબેશ માટે મોટું પગલું માનવામાં આવે છે. આ ટેક્નોલોજી મેળવનાર અન્ય કંપનીઓમાં ICOMM ટેલી લિ., ઇલેક્ટ્રોનિક્સ ઓફ ઇન્ડિયા અને અન્ય કંપનીઓ સામેલ છે.

આ કાઉન્ટર ડ્રોન સિસ્ટમ વિવિધ સેન્સરોનો ઉપયોગ કરીને હવામાં રહેલા ડ્રોનની માહિતી મેળવી શકે છે, ટ્રેક કરી શકે છે અને એને ઓળખી શકે છે, લિન્ક્ડ સિસ્ટમની માહિતી પણ મોકલી શકે છે અને પ્રતિકાર કરવાની વ્યૂહરચના પણ ગોઠવી શકે છે. જેથી તેઓ પોતાના લક્ષ્યાંકને પૂરો કરવામાં અટકાવી શકે અથવા એને નષ્ટ પણ કરી શકે છે.

રડાર અને RF આધારિત ડિટેક્શનનો ઉપયોગ કરીને ડ્રોન માલૂમ કરી શકાય છે. જેતે ચીજવસ્તુઓની ઓળખ કરવા માટે ઇલેક્ટ્રો ઓપ્ટિક સેન્સર અને COMINTનો ઉપયોગ કરવામાં આવે છે. વળી, સોફ્ટ કિલ્સ માટે RF જેમિંગ અને એન્ટિ-GNSS ટેક્નિકનો ઉપયોગ કરી શકાશે અને સંપૂર્ણ રીતે નષ્ટ કરવા માટે લેઝર ડિરેક્ટર એનર્જી વેપન વિકસિત કરવામાં આવ્યું છે. એ ટેક્નિક નાના હાઇબ્રિડ, UAV, માઇક્રો અથવા મલ્ટિરોટર UAV અને નેનો UAV બધા પ્રકારના ડ્રોન પર અસરકારક હશે.

સંરક્ષણ મંત્રાલય અનુસાર ત્રીજી યાદી પહેલી સૂચિને આધારે બનાવવામાં આવી છે, જેમાં 101 ચીજવસ્તુઓ સામેલ હતી અને એ 21 ઓગસ્ટ, 2020એ જાહેર કરવામાં આવી હતી, જ્યારે બીજી યાદીમાં  108 ચીજવસ્તુઓ સામેલ હતી અને 31 મે, 2021એ જારી કરવામાં આવી હતી.