યૂક્રેનમાં રેલવે-સ્ટેશન પર રશિયન રોકેટ હુમલામાં 30નાં-મરણ

કીવઃ યૂક્રેનના પૂર્વ ભાગમાં આવેલા ક્રેમાટોસ્ક શહેરના રેલવે સ્ટેશન પર આજે રશિયાના બે રોકેટ ત્રાટકતાં ઓછામાં ઓછા 30 જણ માર્યા ગયા છે અને 100થી વધારે લોકો ઘાયલ થયા છે. મૃતકો અને ઈજાગ્રસ્તોમાંના મોટા ભાગનાં લોકો હિજરતી નાગરિકો હતા, જેઓ દેશના સલામત સ્થળોએ ખસી જવાના પ્રયત્નમાં હતા. યૂક્રેનિયન રેલવેઝ કંપની દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ક્રેમાટોસ્ક રેલવે સ્ટેશન પર રશિયાના બે રોકેટ ઝીંકાયા હતા.

રશિયાએ તેના પડોશી દેશ યૂક્રેન પર ગઈ 24 ફેબ્રુઆરીથી લશ્કરી આક્રમણ શરૂ કર્યું છે. આ લડાઈમાં યૂક્રેનના નાગરિકોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા હોવાના અહેવાલોને રશિયન સરકાર રદિયો આપી ચૂકી છે.

(તસવીર સૌજન્યઃ ટ્વિટર)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]