RSS સ્વયંસેવકઃ જે એક પરિવાર માટે દેવદૂત બન્યા

નાગપુર: દેશમાં કોરોના વાઇરસની બીજી લહેર ઘાતક બની રહી છે, દિન-પ્રતિદિન કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કોઈએ યોગ્ય જ કહ્યું છે કે ‘परहित सरिस धर्म नहीं भाई- જ્યાં કેટલાક લોકો પોતાનો સ્વાર્થ સાધતાં જરાય ખચકાટ નથી અનુભવતાં, ત્યારે કેટલાક એવા લોકો પણ છે પરમાર્થ કરીને લોકોને આંસુ લાવી દે છે. આવો જ એક દાખલો નારાયણ ભાઉરાવ દભાડકરે બેસાડ્યો છે, જે 85 વર્ષના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા હતા અને તેમણે વર્ષો સુધી RSS અને ભારતની નિઃસ્વાર્થ ભાવથી સેવા કરી હતી.

આરએસએસના સ્વયંસેવક રહી ચૂકેલા 85 વર્ષના વડીલ નારાયણ ભાઉરાવ દાભાડકર પોતે કોરોના સંક્રમિત હતા અને તેમને બેડની જરૂર હતી. તેમનો પરિવાર ખૂબ મહેનતથી તેમના માટે હોસ્પિટલમાં એક બેડની વ્યવસ્થા કરી શક્યો. દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ હતી ત્યારે જ એક મહિલા તેના પતિને લઈને હોસ્પિટલ પહોંચી. મહિલા તેના પતિ માટે બેડની શોધમાં હતી. મહિલાની પીડા જોઈને નારાયણે ડોક્ટરને કહ્યું, મારી ઉંમર 85 વર્ષ ઉપર થઈ ગઈ છે. ઘણું જોઈ ચૂક્યો છું, મારું જીવન જીવી ચૂક્યો છું. બેડની જરૂર મારા કરતાં વધુ આ મહિલાના પતિને છે. તે વ્યક્તિના બાળકોને પિતાની જરૂર છે. આમ કરીને તેઓ પોતાનો બેડ છોડી ઘરે આવી ગયા.  જેથી કરીને યુવકને બેડ મળી શકે. તેઓ પોતે કોરોના સંક્રમિત હતા. ઓક્સિજન લેવલ 60 સુધી પહોંચી ગયું હતું. છતાં તેમણે એક યુવક માટે પોતાનો બેડ છોડ્યો. તેમણે કહ્યું કે તેને જીવનની વધુ જરૂર છે. તેમની તબિયત તબિયત બગડતી ગઈ અને ત્રણ દિવસ બાદ નિધન થયું.

નારાયણજીએ જે કર્યું તે એક સ્વયંસેવકની ઓળખ છે. તેમણે કહ્યું કે સંઘ પોતાના સ્વયંસેવકોને હંમેશા એ શીખવાડે છે કે જેને વધુ જરૂર હોય, તેને સંસાધનની ઉપલબ્ધતા માટે પ્રાથમિકતા આપવી જોઈએ. નારાયણજીએ એ જ કર્યું.