રાહુલ ગાંધીની રાજા-મહારાજા પર ટિપ્પણી, PM મોદીએ કર્યા પ્રહાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકના બેલાગવીમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધી પર સીધો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસના રાજકુમારને આપણા રાજા-મહારાજાઓનું યોગદાન યાદ નથી. તેઓ વોટબેંકની રાજનીતિ ખાતર રાજા-મહારાજાઓ સામે બોલવાની હિંમત કરે છે જ્યારે નવાબો, બાદશાહો અને સુલતાનો સામે એક શબ્દ પણ બોલવાની તાકાત નથી.

માત્ર તુષ્ટીકરણ માટે વિવાદીત ટીપ્પણી કરે છે

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, “કોંગ્રેસના રાજકુમાર કહે છે કે ભારતના રાજા મહારાજા જુલમી હતા, તેઓ ગરીબોની જમીન છીનવી લેતા હતા… કોંગ્રેસના રાજકુમારે છત્રપતિ શિવાજી મહારાજ, રાણી ચિનમ્માનું અપમાન કર્યું છે. .. કોંગ્રેસ કે શહજાદાનું નિવેદન વોટ બેંકની રાજનીતિ રમવા માટે ઇરાદાપૂર્વકનું તુષ્ટિકરણ નિવેદન છે. કોંગ્રેસ સરકાર તુષ્ટિકરણને પ્રાથમિકતા આપે છે, તેમના માટે નેહા જેવી દીકરીઓના જીવનની કોઈ કિંમત નથી. તેમને માત્ર પોતાની વોટ બેંકની ચિંતા છે. જ્યારે બેંગલુરુમાં એક કેફેમાં બોમ્બ વિસ્ફોટ થયો ત્યારે કોંગ્રેસે તેને ગંભીરતાથી લીધો ન હતો. એટલું જ નહીં, કોંગ્રેસે PFI ને મત આપ્યો છે… જે આતંકવાદને આશ્રય આપતી દેશ વિરોધી સંસ્થા છે, જેના પર મોદી સરકારે પ્રતિબંધ મૂક્યો છે. કોંગ્રેસ વાયનાડની એક બેઠક જીતવા માટે આવા PFI આતંકવાદી સંગઠનનો બચાવ કરી રહી છે.”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “છેલ્લા 10 વર્ષમાં ભાજપ, NDA સરકારે દેશના નાગરિકોના જીવન સરળ થાય તે માટે ઘણું બધું કર્યું છે. તેનું એક મોટું ઉદાહરણ ભારતીય ન્યાયિક સંહિતા છે, કોંગ્રેસ માનસિક રુપથી અંગ્રેજોની ગુલામીમાં જીવી રહી હતી પણ ભારતમાં ન્યાય સંહિતામાં હવે સજા કરતાં ન્યાયને પ્રાથમિકતા આપવામાં આવે છે. હુબલીમાં કોલેજ કેમ્પસમાં જે બન્યું તેનાથી દેશમાં હાહાકાર મચી ગયો છે, તે દીકરીનો પરિવાર કાર્યવાહીની માંગ કરી રહ્યો છે પરંતુ કોંગ્રેસ સરકાર તુષ્ટિકરણના દબાણને પ્રાથમિકતા આપી રહી છે. તેમના માટે નેહા જેવી દીકરીઓ જીવનની કિંમત નથી. તેઓ પોતાની વોટબેંકની ચિંતા કરે છે, જો બેંગ્લોરમાં બોમ્બ બ્લાસ્ટ થયો હોત તો પણ તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ લોકોની આંખમાં ધૂળ કેમ નાખી રહી છે?