રાહુલ ગાંધીના નેતૃત્વમાં રાજકારણ નવા નીચલા સ્તરેઃ શાહ

નવી દિલ્હીઃ ગૃહપ્રધાન અમિત શાહે પોતાના બનાવટી વિડિયોને લઈને કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું હતું કે વિપક્ષે ઘોષણાપત્ર પર ચૂંટણી લડવી જોઈએ ના કે બનાવટી વિડિયો પર. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં રાજકારણ નીચલા સ્તરે પહોંચ્યું છે.

તેમણે કહ્યું હતું કે કોંગ્રેસની હતાશા એ સ્તરે પહોંચી ગઈ છે કે તેમને મારા કે અન્ય ભાજપના નેતાઓના બનાવટી  વિડિયો  ફેલાવ્યા છે. મુખ્ય મંત્રીઓ. પ્રદેશાધ્યક્ષ અને અન્ય લોકોએ પણ એવું કર્યું હતું. આજે કોંગ્રેસ પાર્ટીના એક મુખય નેતા પર ગુનાઇત કેલ ચાલી રહ્યો છે. એ કાર્યવાહી તેમની હતાશા અને નિરાશાનો સંકેત છે, જ્યારથી રાહુલ ગાંધીએ કોંગ્રેસની કમાન સંભાળી છે, રાજકારણનું સ્તર નવા નીચલા સ્તરે ચાલી ગયું છે.

મારું માનવું છે કે નકલી વિડિયો પ્રસારિત કરીને જનતાનું સમર્થન હાંસલ કરવાના પ્રયાસ નિંદનીય છે અને ભારતીય રાજકારણમાં કોઈ પણ મુખ્ય પાર્ટી દ્વારા એવું ક્યારેય નથી કરવામાં આવવું જોઈએ. દિલ્હીની પોલીસના સ્પેશિયલ સેલે રવિવારે માહિતી આપી હતી કે તેણે શાહના છેડછાડ વિડિયો કરવામાં આવેલા વિડિયોને પ્રસારિત કરવા માટે જવાબદાર વ્યક્તિઓની વિરુદ્ધ કાર્યવાહી કરી છે, જેમાં અનામતને ખોટા બતાવ્યા હતા.

ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટરના અધિકારી સિંકુ શરણ સિંહે ફરિયાદમાં કહ્યું છે કે સોશિયલ મિડિયા પર કેટલાક નકલી વિડિયો ફેલાવવામાં આવી રહ્યા છે અને આ વિડિયોથી શાંતિ અને કાયદો અને વ્યવસ્થાને અસર થવાની આશંકા છે. જ્યારે દિલ્હી પોલીસે વિડિયોની તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે આ વિડિયો ફેસબુક, X સહિત ઘણા સોશિયલ પ્લેટફોર્મ પર છે.