અયોધ્યાઃ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પછી લોકોમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો છે. લોકો આ પ્રસંગને દિવાળીની જેમ ઊજવી રહ્યા છે. કેટલાક લોકો અલગ અંદાજમાં ગિટારની ધૂન પર ભજન ગઈને એને બહુ હર્ષ અને ઉલ્લાસવાળો દિવસ જણાવી રહ્યા છે.
અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ પર પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થયા પછી મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ ઠાણેના કોપિનશ્વર મંદિરમાં ઢોલ વગાડ્યા હતા. જેનો વિડિયો સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર વાઇરલ થઈ રહ્યો છે. દેશમાં ચારે બાજુ ઉત્સાહનું વાતાવરણ છે અને લોકો ઠેર-ઠેર એકમેકને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આ વિડિયોમાં બધાના ચહેરાઓ પર એક અલગ ખુશી ઝલકી રહી છે.
अयोध्या में श्री राम जन्मभूमि पर प्राण प्रतिष्ठा समारोह संपन्न होने के बाद महाराष्ट्र के मुख्यमंत्री एकनाथ शिंदे ने ठाणे के कोपिनेश्वर मंदिर में 'ढोल' बजाया।#AyodhaRamMandir #RamMandirPranPrathistha #RamLallaVirajman #NarendraModi https://t.co/qt3x1TpCwn
— Radhika✊🚩 (@Radhika_Vkma) January 22, 2024
અંબાજીમાં રંગોળી
અંબાજીમાં વેપારીઓએ પોતાની દુકાન આગળ ભગવાન શ્રીરામના નામની રંગોળી બનાવી દિવાળી જેવો માહોલ ઊભો કર્યો હતો. અંબાજી પંથકમાં દિવસ દરમિયાન ગલીએ ગલીએ ભગવાન શ્રી રામ ના ભજનો સાંભળવા મળ્યા હતા.
વલસાડમાં 51,000 દીવા
વલસાડ જિલ્લાના સુપ્રસિદ્ધ તિથલ દરિયાકિનારે 51,111 દીપ પ્રજવલિત કરાયા. મંત્રી કનુભાઈ દેસાઈ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં. ગુજરાતમાં સૌથી વધારે દીવડાં વલસાડ જિલ્લાના તિથલ બીચ ખાતે પ્રજવલિત કરવામાં આવ્યા છે. તો અમદાવાદના કર્ણાવતી ક્લબમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ખાસ આયોજન કરાયું છે.
સાવરકુંડલામાં 21,000 દીવા પ્રગટાવાયા
સાવરકુંડલાના રિદ્ધિસિદ્ધિ ચોકમાં 21,000 દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા. જયશ્રી રામ,મહાદેવ અને અયોધ્યા મંદિર દીવડા દ્વારા બનાવવામાં આવ્યું હતું. સાવરકુંડલા શહેરના લોકો 21 હજાર દીવડા અને મહાઆરતીમાં જોડાયા હતા. સાવરકુંડલા શહેરમાં અયોધ્યા જેવો માહોલ છે.
આજે 500 વર્ષની તપસ્યા બાદ અયોધ્યામાં ભવ્ય રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે સંપન્ન થઇ છે. ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સમયે પીએમ મોદીની સાથે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, RSS વડા મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલ ઉપસ્થિત હતા. કાશીના સુનીલ શાસ્ત્રીજીએ પીએમ મોદીને સંકલ્પ લેવડાવ્યો હતો. પ્રભુ શ્રીરામના બીજમંત્રનું પઠન કરવામાં આવ્યું હતું. રંગમંડપમાં મહંત નૃત્ય ગોપાલદાસજી તથા રામમંદિરના ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદીએ પ્રાણ પ્રતિષ્ઠા પહેલા સતત 11 દિવસ અનુષ્ઠાન કર્યા હતા. આ દરમિયાન તેમણે 11 દિવસ સુધી જમીન પર સૂતા હતા અને ભોજનમાં માત્ર માત્ર નારિયેળ પાણી અને ફળો જ લીધા હતા. તેમણે ચાર દક્ષિણ ભારતના રાજ્યોની મુલાકાત લીધી હતી અને સાત મંદિરોની મુલાકાત લઇ ભગવાન રામની પૂજા પણ કરી હતી.
