ઉડુપીઃ કર્ણાટકની કેટલીક કોલેજોમાં મુસ્લિમ વિદ્યાર્થીઓને હિજાબ પહેરવાના વકરેલો વિવાદ ગરમાટો આવી રહ્યો છે. આ વિવાદ પહેલાં કર્ણાટક સુધી જ સીમિત હતો. હવે આ વિવાદે દેશની રાજધાની દિલ્હીમાં બેઠેલા રાજકારણીઓની ઊંઘ ઉડાડી દીધી છે. કર્ણાટકનો હિસાબ વિવાદ હવે દિલ્હી પહોંચ્યો છે. બીજી બાજુ હાઇકોર્ટમાં આ મામલે આઠ ફેબ્રુઆરીએ સુનાવણી થશે. મુખ્ય પ્રધાન બાસવારાજ બોમ્મઈએ કહ્યું હતું કે હાઇકોર્ટમાં સુનાવણી સુધી ડ્રેસ કોડ નહીં દૂર કરવામાં આવે.
કોંગ્રેસના ભૂતપૂર્વ રાહુલ ગાંધીએ વસંત પંચમીએ વિદ્યાર્થીઓને હિજાબ પહેરવાની તરફેણમાં નિવેદન આપ્યું હતું તો કર્ણાટકના ભાજપપ્રમુખે પલટવાર કરતાં કહ્યું હતું કે રાજ્ય સરકાર શિક્ષણની સિસ્ટમનું તાલિબાનીકરણની મંજૂરી નહીં આપવામાં આવે. જેથી હિજાબ વિવાદમાં હવે તાલિબાનનો પ્રવેશ થયો છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે આપણે ભારતની પુત્રીઓનું ભવિષ્ય છીનવી રહ્યા છે. તેમણે લખ્યું હતું કે વિદ્યાર્થિનીઓના હિજાબને તેમના શિક્ષણની આડે મૂકીને આપણ તેમનું ભવિષ્ય છીનવી રહ્યા છીએ. આ ટ્વીટ પછી પ્રદેશના ભાજપપ્રમુખ નલિનકુમાર કટિલએ એને તાલિબાનીકરણ ગણાવતાં કહ્યું હતું કે શિક્ષણ સિસ્ટમનું તાલિબાનીકરણ નહીં કરવા દેવાય.
બીજી બાજુ કર્ણાટકમાં કેટલીક મુસ્લિમ વિદ્યાર્થીઓ દ્વારા હિજાબ પહેરીને ક્લાસમાં ઉપસ્થિત થવાની માગના વિરોધ વચ્ચે વિદ્યાર્થીઓના એક જૂથે ભગવા સ્કાર્ફ પહેરીને કોલેજ સુધી માર્ચ કર્યું હતું. ઉડુપી જિલ્લાના કુંડાપુરના વિડિયોમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ કોલેજના ડ્રેસ પસ સ્કાર્ફ પહેરીને આવ્યા હતા અને કોલેજ જતા સમયે ‘જયશ્રી રામ’નો સૂત્રોચ્ચાર કર્યો હતો. આ વિરોધે રાજકીય ચર્ચા શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ અને ભાજપ આ મુદ્દે એકબીજા પર નિશાન સાધી રહ્યા છે.