કંગનાની ત્રણ કૃષિ કાયદા ફરી લાગુ કરવાની માગઃ કોંગ્રેસનો વિરોધ

નવી દિલ્હીઃ બોલિવુડ એક્ટ્રેસ અને હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપનાં સાંસદ કંગના રણોતે ફરી એક વાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેણે આ વખતે કેન્દ્ર સરકારે દ્વારા રદ કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાને ફરી લાગુ કરવાની માગ કરી છે. તેની માગ છે કે ખેડૂતોથી જોડાયેલા ત્રણે કાયદા ફરીથી લાગુ થવા જોઈએ.

મંડીના સાંસદે કહ્યું હતું કે દેશના વિકાસમાં એક પિલર ઓફ સ્ટ્રેન્થ છે. ખેડૂતો પોતે જ અરજ કરે કે એ ત્રણ કૃષિ કાયદાઓ છે, જેને ફરીથી લાગુ કરી દેવામાં આવે. કેટલાંક રાજ્યોના ખેડૂતોએ ત્રણ કૃષિ કાયદા માટે વાંધા ઉઠાવ્યા હતા. હું હાથ જોડીને વિનતી કરું છું કે બધા ખેડૂતોનાં હિતોને ધ્યાનમાં રાખીને તેઓ કાનૂન પરત માગે. જોકે હવે આ મામલે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે.

કોંગ્રેસે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતાં કંગના રણોતને નિશાના પર લીધી છે. પાર્ટીએ કહ્યું હતું કે ખેડૂતો પર લાદવામાં આવેલા ત્રણ કાળા કાનૂન પરત લાવવા જોઈએ, એવું ભાજપનાં સાંસદ કંગના રણોતે કહ્યું છે. દેશના 750થી વધુ ખેડૂતો શહીદ થયા, ત્યારે મોદી સરકારની ઊંઘ ઊડી અને આ કાળા કાનૂન પરત ખેંચાયા. હવે ભાજપનાં સાંસદ ફરીથી આ કાનૂનને પરત લાવવાનું આયોજન કરી રહ્યાં છે. કોંગ્રેસ ખેડૂતોની સાથે આ કાળા કાયદાની વાપસી હવે ક્યારેય નહીં થાય. પછી ભલે મોદી સરકાર અને તેમના સાંસદ ગમેએટલું જોર લગાડી દે.