કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર મંદિરો પર 10 ટકા ટેક્સ લગાવશે

બેંગલુરુઃ કર્ણાટક વિધાનસભામાં કર્ણાટક હિન્દુ ધાર્મિક સંસ્થાન અને ધર્માંથ બંદોબસ્તી વિધેયક 2024 પસાર થયું છે. આ વિધેયકમાં સરકારને જે  હિન્દુ મંદિરોથી આવક રૂ. એક કરોડથી વધુ છે, એની પાસેથી 10 ટકા ટેક્સ લેવાનો અધિકાર મળી જાય છે. જે મંદિરોને રૂ. 10 લાખથી રૂ. એક કરોડની વચ્ચે દાન મળે છે, એ મંદિરો પાસેથી પાંચ ટકા ટેક્સ વસૂલવાનો અધિકાર મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાને મળી જાય છે.

સરકારના આ પગલાની ભાજપે આકરી ટીકા કરી છે અને સરકારને હિન્દુવિરોધી બતાવી છે. કર્ણાટક ભાજપના અધ્યક્ષ વિજયેન્દ્ર યેદિયુરપ્પાએ કહ્યું હતું કે સિદ્ધારમૈયા સરકાર હિન્દુ વિરોધી નીતિઓ અપનાવીને ખાલી ખજાના ભરવાના પ્રયાસ કરી રહી છે. તેમણે X પર પોસ્ટ કરીને લખ્યું હતું કે કર્ણાટક સરકાર રાજ્યમાં સતત હિન્દુવિરોધી નીતિઓને અપનાવવાનું કામ કરી રહી છે. હવે એની હિન્દુ મંદિરોની આવક પર એની નજર છે. સરકાર હિન્દુ મંદિરોથી નાણાં એકત્ર કરીને બીજા હેતુઓ પૂરા કરે છે.

આ ઉપરાંત અખિલ ભારતીય સંત સમિતિના મહામંત્રી જિતેન્દ્રાનંદર સરસ્વતીએ દેશમાં મુગલ કાળના જજિયા કરથી સરકારના આ કાયદાની તુલના કરી શકાય છે. આ સંપૂર્ણ રીતે ધર્મની સ્વતંત્રતાનું હનન છે. હું રાજ્યપાલને અપીલ કરું છું કે કે એને મંજૂરી ના આપવામાં આવે, નહીં તો અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું.

તેમણે વધુમાં કહ્યું હતું કે રૂ. એક કરોડથી વધુનું દાન કરવાવાળા મંદિરોથી એની આવકના 10 ટકા ટેક્સ લેશે. ભક્તો દ્વારા ભગવાનને ચઢાવવામાં આવેલા પૈસાનો ઉપયોગ મંદિર અને ભક્તોની સુવિધા માટે હોવો જોઈએ. જો એ નાણાં બીજા હેતુઓ માટે ફાળવવામાં આવે તો એ લોકોની સાથે છેતરપિંડી છે. તેમણે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું હતું કે કર્ણાટક સરકાર માત્ર હિન્દુ મંદિરોને જ કેમ ટાર્ગેટ કરી રહી છે, અન્ય ધર્મોને કેમ નહીં?