નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં 403, પંજાબમાં 117, ઉત્તરાખંડમાં 70, ગોવામાં 40 અને મણિપુરમાં 60 બેઠકોની નવી વિધાનસભાની ચૂંટણીમાં આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ચૂકી છે.
ઉત્તર પ્રદેશમાં 339 સીટ પર મતગણતરીના ટ્રેન્ડ્સ વખતે શાસક ભારતીય જનતા પાર્ટી મોખરે હતી. ભાજપના ઉમેદવારો 230 બેઠકો પર આગળ હતા જ્યારે સમાજવાદી પાર્ટી 100 બેઠકો પર આગળ હતી. બસપા 5 તથા કોંગ્રેસ પાર્ટી 4 બેઠક પર આગળ હતી.
ઉત્તરાખંડમાં 63 બેઠકોના ટ્રેન્ડ અનુસાર, શાસક ભાજપ 41 અને કોંગ્રેસના 19 ઉમેદવારો સરસાઈમાં હતા.
પંજાબમાં, તમામ 117 બેઠકો પર મતગણતરીના ટ્રેન્ડ મળ્યા ત્યારે શાસક કોંગ્રેસ પાર્ટીના 29 ઉમેદવારો મોખરે હતા જ્યારે એને પડકાર ફેંકનાર આમ આદમી પાર્ટીના 64 ઉમેદવારો સરસાઈમાં હતા. શિરોમણી અકાલી દળના 17 ઉમેદવાર અને ભાજપના 7 ઉમેદવાર મતગણતરીમાં આગળ હતા.
ગોવામાં, તમામ 40 બેઠકોના ટ્રેન્ડ અનુસાર, શાસક ભાજપ 18 બેઠકો પર આગળ હતો જ્યારે કોંગ્રેસ તથા સાથી પક્ષોના 10 ઉમેદવારો અને એમજીપીના 5 ઉમેદવારો સરસાઈમાં હતા.
મણિપુરમાં તમામ 60 બેઠકની મતગણતરીના અહેવાલો અનુસાર, શાસક ભાજપના 25 ઉમેદવાર સરસાઈમાં હતા જ્યારે કોંગ્રેસના 14, એનપીએફના 4, એનડીઈપીના 11 ઉમેદવારો તથા અન્ય પાર્ટીના કે અપક્ષ ઉમેદવારો 6 સીટ પર મોખરે હતા.