ગોવામાં ત્રિશંકુ સ્થિતિમાં ભાજપ MGPનો ટેકો માગે એવી શક્યતા

પણજીઃ ગોવા સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના કેટલાક એક્ઝિટ પોલમાં ગોવામાં ત્રિશંકુ સરકારના આકલનના એક દિવસ પછી મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. હવે આવતી કાલે ચૂંટણી પરિણામો જાહેર થયા પછી ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ ગોવામાં પક્ષને બહુમતીમાં પનો ટૂંકો પડશે તો મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી (MGP)નો ટેકો લેવા માટે વાતચીત કરી રહ્યો છે.

ગોવા વિધાનસભાની 40 બેઠકો છે અને અહીં 14 ફેબ્રુઆરીએ ચૂંટણી થઈ હતી.  એનાં પરિણામો 10 માર્ચે જાહેર થવાનાં છે. ગોવામાં સત્તાધારી પક્ષને 22થી વધુ બેઠકો મળશે, પણ જો એ સંખ્યાથી બેઠકોથી ઓછી આવશે તો પાર્ટી એ ઇન્ડિપેન્ડન્ટ્સના ઉમેદવારોનો ટેકો મેળવવા માટેનો વિકલ્પ પણ ખુલ્લો રાખ્યો છે અને MGP સાથે પણ વાટાઘાટ કરી રહ્યો છે.

MGP દરિયાકાંઠે આવેલા રાજ્યનો સૌથી જૂનો પક્ષ છે. જોકે 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટીના રૂપે ઊભી આવી હતી. જોકે એ બહુમત હાંસલ કરવામાં નિષ્ફળ રહી હતી. ભાજપે માત્ર 13 બેઠકો પ્રાપ્ત કરી હતી.

ગોવા ફોર્વર્ડ પાર્ટી અને ઇન્ડિપેન્ડટ્સના ટેકાથી મનોહર પર્રિકરના નેતૃત્વમાં સફળતાપૂર્વક સરકાર બનાવી હતી. જોકે આ વખતે MGP એ TMC સાથે હાથ મિલાવ્યા છે. બીજી બાજુ સાવંતે પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહપ્રધાન સહિત ભાજપના ટોચના નેતાઓથી મુલાકાત કરી હતી. આ વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 10 માર્ચે આવશે.

 

મુખ્ય પ્રધાને વડા પ્રધાનને ભાજપના સારા દેખાવ કરવાની માહિતી આપી હતી. તેમણે રાજ્યમાં સરકાર બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાનના નેતૃત્વમાં અને માર્ગદર્શનમાં રાજ્યમાં કલ્યાણકારી કામો કરવાનું જારી રહેશે- એમ તેમણે ટ્વીટ કર્યું હતું.