ભારતીય રેલવે જલદી નેપાળ, બંગલાદેશ સાથે જોડાશે

નવી દિલ્હીઃ ભારત જલદી નેપાળની સાથે ટૂંક સમયમાં બે રેલવે માર્ગે જોડાશે અને બંગલાદેશની સાથે ક્નેક્ટિવિટી માટે છ રેલવે નેટવર્ક સાથે જોડાશે, એમ વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલાએ એક અગ્રણી સંસ્થાને સંબોધતાં જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે બંને દેશોની સાથે ભારતમાં રેલમાર્ગે જોડાણના વિસ્તરણ માટે કનેક્ટિવિટીના મહત્ત્વ પર વિચારવિમર્શ કર્યો હતો.  અમારા પડોશી દેશોના કેટલાક ભાગોમાં રસ્તા, પાણી, રેલવે અને હવાઈ માર્ગના પરિવહમ ક્ષેત્રે ક્નેક્ટિવિટીમાં સતત સુધારો થયો છે. આ દેશોની રેલવે માર્ગેના જોડાણથી દક્ષિણ એશિયાના આ દેશોની ભૂગોળ ઝડપથી સંકોચાઈ રહી છે, એમ તેમણે કહ્યું હતું.

હાલમાં ભારત અને બંગલાદેશની વચ્ચે અનેક રેલવે સંપર્ક ચાલુ છે. ભારત અને એના ત્રણ પડોશી દેશો- નેપાળ, ભૂતાન, માલદીવની વચ્ચે હવે પ્રવાસ માટે વિસાની જરૂર નહીં હોય. શ્રીલંકા અને યાંગુનમાં રાજકીય મિશન હેઠળ વિસાની સંખ્યામાં વધારો થયો છે, એમ તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે ટુરિઝમ પછી બીજો મુદ્દો વીજ ક્ષેત્ર પર અમારું ધ્યાન કેન્દ્રિત છે. ભારતીય ગ્રિડ ઊંચી ક્ષમતાના જોડાણ સાથે નેપાળ, ભૂતાન અને બંગલાદેશથી જોડાયેલો છે. પડોશી દેશોમા ટ્રાન્સ-નેશનલની આપ-લે એક વાસ્તવિકતા છે, એમ તેમણે કહ્યું હતું.

ભારત માટે પડોશી દેશોનું વિશષ મહત્ત્વ છે. આ દેશોની સાથે અમારો સંબંધ ઇતિહાસ અને સંસ્કૃતિ પર આધારિત છે.ભારત અને પડોશી દેશો દ્વારા નીતિગત પહેલ કરવામાં આવે છે, જેનો એકમેક પરપ્રભાવ પડે છે. અમારા તેમની સાથે દ્વિપક્ષી સંબંધો છે અને અમે તેમની સાથે અનેક મુદ્દે કામ કરી રહ્યા છીએ, એમ તેમણે કહ્યું હતું.