અયોધ્યા સજ્જઃ PM મોદીને હસ્તે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા

અયોધ્યાઃ રામનગરી અયોધ્યા નવવધૂની જેમ સજ્જ છે. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાથી ઠીક પહેલાં અયોધ્યામાં હેલિકોપ્ટરથી ફૂલ વરસાવવામાં આવ્યાં છે. એ દરમ્યાન બધા વિશેષ અતિથિઓએ તાળી વગાડીને એનું અભિવાદન કર્યું હતું. રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમનું શુભ મુહૂર્ત શરૂ થઈ ગયું છે. થોડી વારમાં જ આ કાર્યક્રમ શરૂ થઈ જશે. રામ મંદિરની સજાવટમાં કોઈ કસર નથી છોડવામાં આવી. અનેક પ્રકારનાં ફૂલોથી મંદિરને સજાવવામાં આવ્યું છે. મશહૂર હસ્તીઓનું આગમન શરૂ થઈ ચૂક્યું છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટે અયોધ્યાના રામ મંદિરના ફોટો સોશિયલ મિડિયા પર શેર કર્યા છે. PM મોદીના હસ્તે થશે 84 સેકન્ડના શુભમુહૂર્તમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે. આ શુભ મુહૂર્ત 12 વાગ્યાને 29 મિનિટ 8 સેકન્ડથી 12 વાગ્યાને 30 મિનિટ 32 સેકન્ડ સુધી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અહીં નવનિર્મિત મંદિરમાં ભગવાન રામના બાળ સ્વરૂપની મૂર્તિના અભિષેક સમારોહ માટે અયોધ્યા રામ મંદિર પરિસર પહોંચ્યા હતા.તેમણે તેમના કાર્યકરો સાથે મંદિર પરિસર પહોંચ્યા હતા. રામ મંદિર સમારોહ બાદ તેઓ એક સભાને સંબોધશે. વડા પ્રધાન મોદીનો કુબેર ટીલાના દર્શન કરવાનો પણ કાર્યક્રમ છે. વડા પ્રધાન મંદિરના નિર્માણ સાથે જોડાયેલા ‘શ્રમજીવીઓ’ (શ્રમિકો) સાથે પણ વાત કરશે.

રામમંદિરના પ્રાંગણમાં બોલિવૂડ, ક્રિકેટ, રાજકારણ, ઉદ્યોગ એમ તમામ ક્ષેત્રના આમંત્રિત મહેમાનો પહોંચી ચૂક્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ સહિત સંત સમાજ અને વિશેષ અતિથિઓની હાજરીમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાનું ઐતિહાસિક અનુષ્ઠાન આજે સંપન્ન થશે. અયોધ્યા નગરીને હજારો ક્વિંટલ ફૂલ અને લાઈટો વડે કોઈ દુલ્હનની જેમ શણગારવામાં આવી છે.

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા માટે 8000 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આજે અયોધ્યામાં શ્રી રામલલ્લાની મૂર્તિનો અભિષેક કરવામાં આવશે. આ વિશેષ અવસરે આજે સાંજે 10 લાખથી વધુ દીવાઓ પ્રગટાવીને દીપોત્સવની ઉજવણી કરવામાં આવશે. અયોધ્યા શહેરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. લગભગ 14,000 યુપી પોલીસ કર્મચારીઓ તૈનાત છે.