મુંબઈઃ પાટનગર શહેર મુંબઈ સહિત મહારાષ્ટ્ર રાજ્યના અનેક ભાગોમાં કોરોનાવાઈરસ રોગચાળાના કેસ ખૂબ વધી જતાં સાવચેતીના પગલાં તરીકે રાજ્ય સરકારે રાતનો કર્ફ્યૂ લાગુ કરી દીધો છે. આ કર્ફ્યૂ રાતે 8 વાગ્યાથી લઈને બીજા દિવસની સવારે 7 વાગ્યા સુધી અમલમાં રહેશે.
મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના નાગરિકોને અપીલ કરી છે કે તેઓ કોવિડ-19નો ફેલાવો રોકવા સરકારે લાગુ કરેલા નિયંત્રણો, નિયમોનું કડક રીતે પાલન કરે. જો લોકો આરોગ્ય સુરક્ષા નિયમોનું પાલન નહીં કરે તો વધારે કડક નિયંત્રણો લાગુ કરવામાં આવશે. જે શોપિંગ મોલ્સ, દુકાનો, કાર્યાલયો આ નિયમોનું ઉલ્લંઘન કરે એમની સામે કડક પગલાં લેવાની એમણે જિલ્લા તથા નાગરી વહીવટીતંત્રોને સૂચના આપી છે.