લોકડાઉન માટે સજ્જ થાવઃ CM ઠાકરે (અધિકારીઓને)

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાવાઈરસ મહાબીમારીના કેસ ધરખમપણે વધી રહ્યા હોવાની અને લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોનું બેફામપણે ઉલ્લંઘન કરતા હોવાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે અહીં તાકીદની બેઠક બોલાવી હતી અને એમાં વહીવટીતંત્રને આદેશ આપ્યો હતો કે કે તેઓ લોકડાઉન માટે સજ્જ થાય.

ઠાકરેએ બેઠકમાં કહ્યું હતું કે ખાનગી ઓફિસોમાં હજી પણ સ્ટાફ પર નિયંત્રણોનો અમલ કરાતો નથી. લગ્ન સમારંભોમાં પણ નિયમોનું ઉલ્લંઘન કરાય છે. બજારોમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાતું નથી. ઘણા લોકો માસ્ક પહેરતા નથી. આવી પરિસ્થિતિમાં પણ સરકાર અર્થતંત્રને સંભાળવાના શ્રેષ્ઠ પ્રયાસ કરે છે, પરંતુ લોકોના આરોગ્યની સંભાળ લેવી એ અમારી પ્રાથમિકતા છે. ઠાકરેએ અધિકારીઓને એવો પણ આદેશ આપ્યો છે કે પથારીઓ, વેન્ટીલેટર્સ અને ઓક્સિઝન સપ્લાય વધારવામાં આવે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]