મુકેશ અંબાણીની હત્યાની ધમકી આપનારની બિહારમાંથી ધરપકડ

મુંબઈઃ સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના રિલાયન્સ ગ્રુપની દક્ષિણ મુંબઈસ્થિત હોસ્પિટલમાં ફોન કરીને એમને જાનથી મારી નાખવાની ધમકી આપવાના પ્રકરણમાં મુંબઈ પોલીસે તપાસ કરતાં એ ફોન બિહારમાંથી આવ્યો હોવાનું માલુમ પડ્યું હતું. મુંબઈ પોલીસ અધિકારીઓની એક ટૂકડીએ બિહારના દરભંગામાંથી એક આરોપીને અટકમાં લીધો છે. એનું નામ રાકેશકુમાર મિશ્રા છે. એ બેરોજગાર છે. મુંબઈ પોલીસે બિહાર પોલીસની સહાયતા સાથે ગઈ કાલે રાતે રાકેશકુમારને દરભંગામાંથી પકડ્યો હતો.

તે આરોપીને લઈને પોલીસ ટૂકડી મુંબઈ આવી ગઈ છે અને તેની પૂછપરછ ચાલુ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]