ઝારખંડ: સાહિબગંજમાં મંગળવારે (1 એપ્રિલના રોજ) ટ્રેન અકસ્માત સર્જાયો હતો. બરહેટ એમ.જી.આર. લાઇન પર બે માલગાડીઓ એકબીજા સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં લોકો પાયલોટ સહિત બે લોકોના મોત થયા હતા. જ્યારે ચાર CISF જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. માલગાડીઓ વચ્ચે ટક્કરને કારણે, તેમાં ભરેલા કોલસામાં આગ લાગી ગઈ.
Sahibganj, Jharkhand: A major collision on the Farakka-MGR railway line in Sahibganj killed two drivers and injured 4-5 railway staff. Firefighters and officials are managing the situation, with investigations ongoing pic.twitter.com/7Dhi0gZ9CK
— IANS (@ians_india) April 1, 2025
દુર્ઘટના કેવી રીતે સર્જાઈ?
અહેવાલો અનુસાર, સાહિબગંજમાં આ દુર્ઘટના મંગળવારે સવારે 3:30 વાગ્યાની આસપાસ સર્જાય. ફરક્કાથી આવતી ખાલી માલગાડી બરહેટ એમ.ટી. પર ઉભી હતી. ત્યારે લાલમટિયા તરફ જતી કોલસા ભરેલી થ્રુપાસ માલગાડીએ તેને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર બાદ કોલસા ભરેલી માલગાડીમાં આગ લાગી હતી અને ઘણી બોગીઓ પાટા પરથી ઉતરી ગઈ હતી. ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.
આ બંન્ને ટ્રેનો વચ્ચેની ટક્કર એટલી ગંભીર હતી કે માલગાડીના પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. માલગાડીના એન્જિનમાં આગ લાગી ગઈ અને ખાલી માલગાડીના ડ્રાઇવરો, અંબુજ મહતો અને કાલેશ્વર માલનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. ઘટનાની માહિતી મળતા જ NTPCના અધિકારીઓ, રેલવેના અધિકારીઓ અને બરહાટ પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી ગયા. આગ ઓલવવા માટે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડે ઘણી મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો. આ ઘટનામાં રેલવેને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ઘટનાસ્થળે પહોંચેલા રેલવે અધિકારીઓએ કહ્યું છે કે તેઓ આ મામલાની તપાસ કરશે. આ ઘટના પર શોક પણ વ્યક્ત કર્યો.
