USમાં બે ગોળીબારની ઘટનામાં બેનાં મોત, નવ ઘાયલ

ન્યુ યોર્કઃ અમેરિકાના ન્યુ ઓર્લિન્સ શહેરમાં બે અલગ-અલગ ગોળીબારમાં બે લોકોનાં મોત અને નવ લોકો ઘાયલ થયા છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. બધા આઠ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, એમ પોલીસે માહિતી આપી હતી.

એક ઘટના સેન્ટ રોચ વિસ્તારની છે, જ્યાં આઠ લોકો ઘાયલ થયા છે. આશરે 45 મિનિટ પછી એ જ એવન્યુ પર આશરે એક કિલોમીટર ઉત્તરમાં ગોળીબારની એક સૂચના પોલીસને મળી હતી. બીજી ઘટના અલ્મોનાસ્ટર એવન્યુ બ્રિજ વિસ્તારમાં બની છે, અહીં ગોળીબારમાં બે લોકોનાં મોત થયાં હતાં. જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ હતી. આ ઘટના અંગે માહિતી આપતાં પોલીસે જણાવ્યું કે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. આ કેસની તપાસ ચાલી રહી છે. આ ઘટનાઓ એક પરેડના ઉત્સવ પછી થઈ હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત ઘટનાસ્થળે થયું હતું, જ્યારે બીજાનું મોત હોસ્પિટલમાં થયું હતું. ત્રીજા પીડિતને કારમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જેની હાલત સ્થિર છે.

અહેવાલ મુજબ પ્રથમ ગોળીબારની ઘટના સ્થાનિક સમય મુજબ બપોરના 3:30 વાગ્યાની આસપાસ બની હતી, આ ઘટનામાં આઠ લોકો ગોળીથી ઘાયલ થયા હતા. ન્યુ ઓર્લિયન્સ પોલીસ જણાવ્યું હતું કે તમામને સારવાર માટે હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પોલીસે હવે એક શૂટરની ધરપકડ કરવામાં આવી છે. અલબામા કાનૂન પ્રવર્તન એજન્સીએ જણાવ્યું હતું કે આ ગોળીબારમાં 12 લોકો ઘાયલ થયા હતા. સેકન્ડ લાઇન તહેવારોની ઉજવણી દરમિયાન ગોળીબારની ઘટનાઓ બની હતી, ન્યુ ઓર્લિયન્સમાં પરંપરાગત પરેડ યોજવામાં આવે છે.