ઇસ્લામાબાદઃ રોમ જ્યારે ભડકે બળતું હતું ત્યારે નીરો વાંસળી વગાડતો હતો એમ ડિટ્ટો પાકિસ્તાનમાં કોરોના વાઇરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને એના કેસોમાં ઉત્તરોઉત્તર વધી રહ્યા છે અને હાલ એ અત્યાર સુધીમાં વધીને 237 થઈ ગયા છે, ત્યારે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન સુફિયાણી વાતો કરી રહ્યા છે. ભારત સહિત આખું વિશ્વ કોરોનો વાઇરસને વધુ ફેલાતો અટકાવવા માટે અથાગ પ્રયાસો કરી રહ્યું છે અને શહેરોનાં શહેર બંધ કરી રહ્યું છે, ત્યારે પાકિસ્તાનના વડા પ્રધાને કહ્યું છે કે આવું કરવું અમારા માટે શક્ય નથી. અમે શહેર બંધ નથી કરી શકતા. તેમણે અર્થતંત્રનો હવાલો આપીને કહ્યું છે કે કોરોના બચી જઈશું તો ભૂખથી મરી જઈશું.
ભૂખથી મરી જઈશું : ઇમરાન ખાન
ઇમરાન ખાને કહ્યું હતું કે પશ્ચિમી દેશોની જેમ પાકિસ્તાન મોટા પાયે શહેરો બંધ કરવાનું જોખમ ના ઉઠાવી શકીએ. તેમનું કહેવું છે કે અહીંની સ્થિતિ અમેરિકા અથવા યુરોપ જેવી નથી. અહીં 25 ટકા વસતિ ગીરીબીમાં રહે છે. જો શહેર બંધ કરવામાં આવે તો લોકો કોરોના વાઇરસથી તો બચી જશે, પણ ભૂખથી મરી જશે.જોકે પાકિસ્તાન ક્રિક્રેટ સ્ટેડિયમ, સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટી બંધ કરી ચૂક્યું છે.
પાકિસ્તાન માટે કફોડી સ્થિતિ
પાકિસ્તાનને કોરોના વાઇરસથી જોખમ અન્ય દેશો કરતાં વધુ છે. એની સીમાઓથી અંદર બહાર કરવું સરળ છે. હોસ્પિટલોની હાલત ખસ્તા છે અને હાથ મિલાવવાની અને ગળે મળવાની પરંપરાનો હિસ્સો છે અને મોટાં શહેરોમાં લાખ્ખોની જનસંખ્યા અશિક્ષિત છે. દેશની હાલત પણ સારી નથી અને આ વખતે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડથી લોનની જરૂર પડ઼ી ચૂકી છે. આ વાત ઇમરાન ખાન પણ સારી રીતે જાણે છે.
IMF પાસે રાહત માગી
ખાને કહ્યું હતું કે અર્થતંત્રને ગયા વર્ષે લાભ થયો હતો, પણ કોરોના વાઇરસને કારણે એના પર દબાણ વધી ગયું હતું.ખાને IMF પાસે રાહત માગી છે. ખાને આ મુશ્કેલ સમયમાં ચીજવસ્તુઓની જમાખોરી કરવાવાળાની સામે સખત કાર્યવાહી કરવાની ચેતવણી ઉચ્ચારી છે.
અત્યાર સુધી 237 કેસ
પાકિસ્તાનમાં કોરોના વાઇરસના અત્યાર સુધી કુલ 237 કેસ સામે આવ્યા છે, જેમાં 172 સિંધ, 26 પંજાબ, બલૂચિસ્તાન 16 ખબર પખ્તુનવા, પાંચ કાશ્મીર/ ગિલગિટ-બલટિસ્તાન અને બે ઇસ્લામાબાદમાં છે.