લંડનઃ ફિલ્મોમાં સ્પાઇડર મેન લોકોના જીવ બચાવે છે, પણ લંડનમાં એક સ્પાઇડર મેન લોકોના જાનનો દુશ્મન બની ગયો હતો. એ સ્પાઇડર મેને એક સુપરમાર્કેટમાં આતંક મચાવ્યો હતો અને લોકોને ધમકી આપી હતી. સુપર મેનના આ ડ્રામાથી સ્ટોરમાં હાજર રહેલા લોકો ભયભીત થયા હતા. સ્પાઇડર મેનનું તોફાન કેમેરામાં કેદ થઈ ગયું હતું અને હવે પોલીસ તેની તપાસ કરી રહી છે.
યુટ્યુબ પર એ ઘટનાનો એક વિડિયો પણ છે, જેમાં દેખાડવામાં આવ્યું હતું કે એક શખસ સ્પાઇડર મેનનો પોશાક પહેરીને સુપરમાર્કેટમાં હંગામો મચાવી રહ્યો હતો. ફ્રોઝન ફૂડ કેબિનેટ પર ચઢેલો થયો હતો કે એ શખસ કરાટેની પોઝિશનમાં છે અને લોકોને લલકારી રહ્યો હતો. એ આરોપી એક પ્રકારે સ્ટોરમાં મોજૂદ લોકોને ડરાવી-ધમકાવી રહ્યો હતો અને ફરી એ ત્યાંથી ચાલી ગયો હતો.
પોલીસનું કહેવું છે કે 24 જુલાઈએ એ ઘટના હાલમાં સાઉધ લંડનની ઘટના સાથે સંકળાયેલી હોઈ શકે છે, જેમાં કેટલાક લોકોએ સુપર હીરોનો પોશાક પહેરીને લડાઈ કરી હતી, જેથી ટિકટોક પર તેનો વિડિયો હિટ થઈ શકે. એ ઘટનામાં એક મહિલા સહિત કમસે કમ છ લોકો ઘાયલ થયા હતા. પોલીસને લાગે છે કે તે ગ્રુપને સંભવતઃ એ ઘટનાને દોહરાવી હતી.
ગયા સપ્તાહે દક્ષિણ લંડનના કલેફમ સ્થિત એક સુપરમાર્કેટમાં કેટલાક લોકો અચાનક ઘૂસી ગયા હતા. આ બધાએ સુપરહીરોઝનો પોશાક પહેર્યા હતા. સ્પાઇડર મેન બનેલી વ્યક્તિએ ભારે હંગામો મચાવ્યો હતો. તેણે એક મહિલા કર્મચારીને લાત પણ મારી હતી. કેટલોક સમય સુધી હંગામો કર્યા પછી બધા એ સ્થળેથી ફરાર થઈ ગયા હતા. પોલીસ બંને ઘટનાઓની સીસીટીવી ફુટેજને આધારે તપાસ કરી રહી છે.