બેન્કો મારાં નાણાં હડપવા માગે છેઃ માલ્યાનો ગંભીર આરોપ

લંડનઃ બ્રિટનની કોર્ટે હવે નાદાર જાહેર કરેલા ભાગેડુ વિજય માલ્યાએ એ બેન્કો પર ગંભીર આરોપ લગાવ્યા છે, જેની લોનો લઈને તે ફરાર છે. માલ્યાએ કહ્યું હતું કે બેન્કો વધારાનાં નાણાં પરત કરવા નથી ઇચ્છતી હતી. એમણે બ્રિટિશની કોર્ટે તેને નાદાર જાહેર કરવા દબાણ કર્યું હતું.

બ્રિટનની કોર્ટે સોમવારે વિજય માલ્યાને નાદાર જાહેર કર્યા એના થોડા કલાકોમાં લિકર કિંગ વિજય માલ્યાએ ટ્વીટ કરીને આરોપ લગાવ્યો હતો કે બેન્કોને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના ઘણાં નાણાં પરત કરવા પડત એટલે ભારતીય બેન્કોએ એ કોર્ટને નાદાર જાહેર કરવાની વિનંતી કરી હતી.

વિજય માલ્યાએ કહ્યું હતું કે EDએ બેન્કો પાસેથી મારી રૂ. 14,000 કરોડની સંપત્તિ જપ્ત કરી લીધી છે, જ્યારે મારાં દેવાં રૂ. 6200 કરોડનાં હતાં. EDએ રૂ. 9000 કરોડની રોકડ અને રૂ. 5000 કરોડની સિક્યોરિટી બેન્કોને સોંપી દીધી હતી. એટલે બેન્કોએ કોર્ટને મને નાદાર જાહેર કરવા કહ્યું, કેમ કે એમણે EDને બાકીનાં નાણાં પરત કરવા પડત, એમ માલ્યાએ ટ્વીટ કરીને કહ્યું હતું.

વિજય માલ્યાને ગઈ કાલે લંડનની હાઇકોર્ટે ગઈ કાલે નાદાર જાહેર કર્યા હતા. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના નેતૃત્વમાં ભારતીય બેન્કોના કોર્ન્સોશિયમે માલ્યાને નિષ્ક્રિય કિંગફિશર એરલાઇન્સને આપેલી લોનની વસૂલી સંબંધિત મામૂલે જીત હાંસલ કરી હતી.

આ ચુકાદાથી માલ્યાની વૈશ્વિક સ્તરે સંપત્તિની જપ્તીની કાર્યવાહીનો રસ્તો સાફ થયો છે.