પાકિસ્તાનઃ પ્રોફેસરે યોજી વિદ્યાર્થિનીઓ સહિત પાર્ટી તો ગેરઇસ્લામી કહી થઈ હત્યા

બહાવલપુરઃ પાકિસ્તાનનું બહાવલપુર ફરીથી એકવાર ચર્ચાનો વિષય બન્યું છે. અહીંયા એક કોલેજના છાત્રએ પોતાના પ્રોફેસર ખાલિદ હમીદની ચપ્પાના ઘા મારી હત્યા કરી દીધી છે. છાત્રનું નામ ખતીબ હુસૈન છે. આ વિદ્યાર્થી એ વાતથી નારાજ હતો કે પ્રોફેસરે કોલેજમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓની સાથે પાર્ટી રાખી હતી. પૂછપરછ દરમિયાન ખતીબે પોલીસને કહ્યું કે પ્રોફેસર ગૈર-ઈસ્લામી હતો.

આ ઘટના બહાવલપુરની સાદિક એગર્ટન કોલેજની છે. અહીંયા એક પાર્ટી યોજાવાની હતી અને આ પાર્ટીમાં કોલેજના તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને બોલાવવામાં આવ્યા હતા. પરંતુ આ વાતથી એક વિદ્યાર્થી નારાજ હતો અને તેણે 20 માર્ચના રોજ જ પ્રોફેસરની હત્યા કરી નાંખી.

પ્રોફેસરને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા જ્યાં તેમણે દમ તોડી દીધો. પાર્ટીને લઈને સ્ટુડન્ટ્સમાં ખૂબ ચર્ચા થઈ હતી. પોલીસ દ્વારા અત્યારે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે અને તમામ રીતે તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસે હત્યારાની ધરપકડ કરી લીધી છે, અને પોલીસ દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં હત્યારાએ અનેક ખુલાસાઓ કર્યા છે. હત્યારાએ કહ્યું કે પ્રોફેસર ઈસ્લામ વિરુદ્ધ વાતો કરતો હતો. હત્યારાએ કબૂલાત કરી કે હત્યા ચપ્પાના ઘા મારીને કરવામાં આવી છે. હત્યારાનું કહેવું છે કે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓની એક સાથે પાર્ટી કરવી તે ગેરઈસ્લામિક છે.

આ ઘટના પહેલા કોલેજના જ કેટલાક વિદ્યાર્થીઓએ સ્થાનીય પ્રશાસનને પત્ર લખ્યો હતો અને કોલેજમાં થનારા આ સમારોહ પર રોક લગાવવા અપીલ કરી હતી. પત્રમાં લખવામાં આવ્યું હતું કે શૈક્ષણિક સંસ્થાનોમાં વિદ્યાર્થીઓના ડાંસ દ્વારા અશ્લીલતાની સંસ્કૃતિને વેગ આપવામાં આવી રહ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]