મેહુલ ચોક્સી પર સકંજો, પ્રત્યાર્પણ ટાળવા લખાવ્યું બીમારીનું લાંબુ લિસ્ટ…

નવી દિલ્હીઃ પીએનબી સ્કેમના આરોપી મેહુલ ચોક્સી ભારત પાછો ન આવવા માટે ઘણાં બહાનાં બનાવી રહ્યો છે. કોર્ટને આપવામાં આવેલા એક મેડિકલ રિપોર્ટમાં તેણે કહ્યું કે તેના મગજમાં રક્ત જામી ગયું છે, તેને હાઈપર ટેન્શન છે, આ સીવાય તેને પગમાં પણ દુખાવો છે, અને સાથે જ તે ડાયબિટીઝનો પણ દર્દી છે. મેહુલ ચોક્સીએ મુંબઈની પીએમએલએ કોર્ટમાં અરજી આપીને કહ્યું કે તે પોતાની ખરાબ તબિયતના કારણે યાત્ર કરવામાં અસમર્થ છે, જેથી તેને કોર્ટમાં રજૂ થવાની વાતમાંથી છૂટ આપવામાં આવે.

પીએનબી ગોટાળામાં મેહુલ ચોક્સી પર દેશના કરોડો રુપિયા લઈને ફરાર થવાનો આરોપ છે. મેહુલ ચોક્સીએ કોર્ટ સામે પોતાની લાંબી બિમારીઓનું લીસ્ટ રાખ્યું છે. આ બીમારીઓમાં હાર્ટની પ્રોબ્લેમ, મજગની બીમારી, જાડાપણુ, શ્વાસ લેવામાં થતી તકલીફો જેવી શારિરીક મુશ્કેલીઓ મેહુલ ચોક્સીએ કોર્ટમાં રજૂ કરી છે.

રિપોર્ટનું માનીએ તો તેના પગમાં લાંબા સમયથી દુઃખાવો છે. તેના કારણે તેને હરવા ફરવા અને ચાલવામાં મુશ્કેલીઓ થઈ રહી છે. આના માટે તેણે રેડિયોગ્રાફીનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો છે. પીએનબી સ્કેમમાં તપાસનો સામનો કરી રહેલા મેહુલ ચોક્સીએ પેટનું અલ્ટ્રાસાઉન્ડ પણ કોર્ટમાં રજૂ કર્યું છે.

મેહુલ ચોક્સીએ ડોક્ટર્સના ટેક્સ રિપોર્ટ આપીને કહ્યું કે, ડોક્ટરોએ ખરાબ તબિયતને જોતા તેને કહ્યું છે કે તે એંટિગુઆમાં સતત મેડિકલ સુપરવિઝનમાં રહે અને કોઈપણ પ્રકારનો પ્રવાસ કરવાનું ટાળે. મેહુલ ચોક્સીના મેડિકલ રિપોર્ટ અનુસાર ડોક્ટરોએ તેના હાર્ટની સર્જરી કરી છે અને તેને સ્ટેંટ લગાવ્યું છે. મેહુલ ચોક્સીએ પોતાના એમઆર એન્જિયોગ્રાફીનો રિપોર્ટ પણ કોર્ટમાં રજૂ કર્યો.

કોર્ટમાં રજૂ કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર ડોક્ટરોએ મેહુલ ચોક્સીના બ્રેન એમઆરઆઈ જોયા બાદ કહ્યું કે તેને 3 થી 4 મહિના સુધી ટ્રાવેલિંગ કરાવી બચવું જોઈએ. રિપોર્ટ અનુસાર મેહુલ ચોક્સી જાડાપણાનો શિકાર છે અને તેની તે બીમારી લેવલ-થ્રીના સ્તર સુધી પહોંચી ગઈ છે.

અત્યારે એંટિગુઆમાં રહી રહેલા મેહુલ ચોક્સીએ ડો. એમએ માર્કોસ દ્વારા કરવામાં આવેલા રિપોર્ટ કોર્ટમાં ફાઈલ કરાવ્યા છે. સૈંટ જોન હોસ્પિટલ એંટિગુઆમાં પ્રેક્ટિસ કરતા આ ડોક્ટરે કહ્યું છે કે જો મેહુલ ચોક્સીએ ટ્રાવેલિંગ કર્યું તે તેમની તબિયત વધારે બગડી શકે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]