લંડનઃ બ્રિટનના વિજ્ઞાનીઓએ એવો દાવો કર્યો છે કે ફાઈઝર/બાયોએનટેકની કોરોના-પ્રતિરોધક રસીના બે ડોઝ લેનાર વ્યક્તિને જો કોરોનાવાઈરસના નવા વેરિઅન્ટ ડેલ્ટાનો ચેપ લાગે તો પણ એણે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર રહેતી નથી. 96 ટકા કેસોમાં દર્દીઓને હોસ્પિટલમાં સારવારની જરૂર પડતી નથી.
બ્રિટિશ સરકાર સંચાલિત પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ સંસ્થાનું કહેવું છે કે ઓક્સફર્ડ/એસ્ટ્રાઝેનેકા નિર્મિત કોરોના-રસીના બે ડોઝ માટે કોરોના ચેપ વખતે હોસ્પિટલની સારવાર લેવાની જરૂર ન પડે એવો 92 ટકા દર છે. ઈંગ્લેન્ડમાં 12 એપ્રિલ અને 4 જૂન વચ્ચે નવા ડેલ્ટા વેરિઅન્ટના 14,019 કેસ નોંધાયા હતા.