UKમાં 19 જુલાઈ સુધી લોકડાઉનનાં નિયંત્રણો વધારાયાં

લંડનઃ વડા પ્રધાન બોરિસ જોન્સને ઇંગ્લેન્ડમાં લોકડાઉનનાં નિયંત્રણોને 19 જુલાઈ સુધી વધારી દીધાં છે. બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સને દેશમાં ડેલ્ટા વેરિયેન્ટને લીધે સંક્રમણમાં વધારો થતાં ઇંગ્લેન્ડમાં કોરોનાને લીધે પ્રતિબંધોને સંપૂર્ણ રીતે હટાવવા માટે ચાર સપ્તાહ પાછળ ઠેલ્યાં હતાં.

માર્ચથી ધીમે-ધીમે નિયંત્રણ હટાવ્યાં મહિનાઓ પછી 21 જૂનથી યુકેના અર્થતંત્રના સંપૂર્ણ રીતે ખોલવાની જોન્સનની યોજના વિલંબમાં પડી છે. જોન્સનના આ એલાન પછી દેશના કેટલાય ભાગમાં લોકોએ વિરોધ-પ્રદર્શન કર્યું હતું. જોકે સરકાર કેટલાંક સપ્તાહથી સંકેત આપી રહી હતી કે નવા ડેલ્ટા વેરિયેન્ટના સંક્રમણથી સરકારને આકરાં પગલાં લેવા પડશે. દેશમાં ડેલ્ટા વેરિયેન્ટના કેટલાક કેસો સામે આવતાં અને આ વેરિયેન્ટનો ઝડપથી પ્રસાર થાય છે અને દેશમાં માટે એ બહુ ઘાતક સાબિત થવાની શક્યતા હોવાથી સરકારે નિયંત્રણનોને ચાર સપ્તાહ માટે વધાર્યાં છે. જેથી રસીકરણ કરવામાં ઝડપ આવશે. મને લાગે છે કે લોકોએ થોડા ગંભીર બનીને આ વાત વિચારવી પડશે કે આપણે કેટલી મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું.

અમે એક સપ્તાહમાં કોરોના કેસોમાં 64 ટકા વધારો થયો હતો અને દરેક સપ્તાહે એમાં બમણો વધારો થયો હતો. આ ઉપરાંત હોસ્પિટલમાં દાખલ થતા સરેરાશ લોકોની સંખ્યામાં 50 ટકાનો વધારો થયો હતો. તાજેતરનાં સપ્તાહોમાં કોરોનાના કેસોમાં વધારો થયો હતો. રવિવારે કોરોના સંક્રમણના 7500 નવા કેસો નોંધાયા હતા. આ સાથે કોરોના સંક્રમિત સપ્તાહાંતે 50,000નો વધારો થયો હતો.