ઇઝરાયલે ગાઝા-પટ્ટી પર ફરી હવાઈ હુમલા શરૂ કર્યા

તેલ અવિવઃ ઇઝરાયલ અને પેલેસ્ટિનની વચ્ચેનું સીઝફાયર 26 દિવસ પછી તૂટ્યું છે. ઇઝરાયલે ગાઝામાંથી આગ લાગતાં બલૂન્સ પણ છોડાતાં ગાઝા પટ્ટીમાં હમાસનાં સ્થળો પર હવાઈ હુમલાઓ શરૂ કર્યા હતા, જે પછી ગાઝા પટ્ટીમાં ધડાકાઓના અવાજ સંભળાતા હતા. ઇઝરાયલની ફાયર સર્વિસ સેવા અનુસાર ગાઝાથી વિસ્ફોટક ભરેલા ફુગ્ગાઓ છોડવામાં આવી રહ્યા હતા, જેથી કેટલીક જગ્યાએ આગ લાગી હતી. આ કાર્યવાહી એના જવાબમાં કરવામાં આવી હતી, એમ અહેવાલ કહે છે.

બંને પક્ષો વચ્ચે 21 મેએ સંઘર્ષ વિરામ (સીઝફાયર)ના 11 દિવસોની લડાઈ પૂરી થયા બાદ આ પહેલી વાર ઉશ્કેરણીજનક કામ કરવામાં આવ્યું છે.એ પછી યહૂદી રાષ્ટ્રવાદીઓએ પરેડ કાઢી હતી અને જેરુસલેમ પર કબજો કરી લીધો હતો., જેણે ગાઝાને ચલાવતા આતંકવાદી જૂથ હમાસને ધમકીઓ આપી હતી. ઇઝરાયલની ડિફેન્સ ફોર્સીસે (IDF) એક નિવેદનમાં કહ્યું હતું કે એનાં લડાકૂ વિમાનોએ ખાન યુનિસ અને ગાઝા શહેરમાં હમાસ દ્વારા સંચાલિત મિલિટરી સ્થળો (કમ્પાઉન્ડ)ને નિશાન બનાવ્યાં હતાં. આ સ્થળોમાં આતંકવાદી પ્રવૃત્તિઓ થઈ હતી અને IDFએ ગાઝા પટ્ટીમાં જારી આતંકવાદી કૃત્યોનો સામનો કરવા હુમલો કર્યો હતો. હાલ એ જાણી નહોતું શકાયું કે આ હવાઈ હુમલામાં કોઈ ઇજાગ્રસ્ત થયું છે કે નહીં. હમાસના પ્રવક્તાએ ટ્વિટર પર ટ્વીટ કર્યું હતું કે જ્યાં સુધી અમે અમારી પૂરી જમીન પરથી તેમને હાંકી ન કાઢીએ, ત્યાં સુધી પેલેસ્ટિન હુમલાનો હિંમતપૂર્વક સામનો કરવાનું જારી રાખશે અને પોતાના અધિકારોનું સંરક્ષણ કરશે.

ઇઝરાયલ ફાયર સર્વિસે જણાવ્યું હતું કે ગાઝાથી છોડાયેલા ફુગ્ગાઓથી દક્ષિણ ઇઝરાયલનાં ક્ષેત્રોમાં કમસે કમ 20 જગ્યાએ આગ લાગી હતી.