સ્પેસ સ્ટેશનના નિર્માણ માટે ચીની અવકાશયાત્રીઓએ ઉડાન ભરી

બીજિંગઃ ચીને ગુરુવારે સવારે ત્રણ મહિનાના મિશન માટે અંતરિક્ષ સ્ટેશન કોર મોડ્યુલ નવા તિયાંનમાં એસ્ટ્રોનોટ  સાથે માનવયુક્ત મિશનને સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. ચીનની માનવયુક્ત સ્પેસ એજન્સી (CMSA) અનુસાર ચીનનું સાતમું માનવયુક્ત મિશન છે અને ચીનનું અંતરિક્ષ સ્ટેશન બાંધવાનું આ પહેલું મિશન છે. એ વર્ષ 2016માં દેશનું છેલ્લું માનવયુક્ત મિશન પછી આશરે પાંચ વર્ષોમાં આ પહેલું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુરુવારે લોન્ગ માર્ચ 2F Y12 રોકેટ, શેનઝોઉ-12 અંતરિક્ષ યાનને ઉત્તર પશ્ચિમી ચીનના ગોબી રણ વિસ્તારમાં જિઉક્વાન સેટેલાઇટ લોન્ચ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. જેનું  સીધું પ્રસારણ રાજ્ય દ્વારા સંચાલિત CGTN-TV દ્વારા કરવામાં આવ્યું હતું. લોન્ચિંગની થોડી મિનિટોમાં મિશન કન્ટ્રોલની માહિતી આપતાં જણાવ્યું હતું કે લોન્ચિંગ સંપૂર્ણ રીતે સફળ રહ્યું.

ત્રણ અવકાશયાત્રીઓના કમાન્ડર – ની હૈશેંગ છે, જે 56 વર્ષીય છે, જેમણે શેનઝોઉ-6 અને શેનઝોઉ-10 મિશનમાં ભાગ લીધો હતો. લિયુ બોમિંગ (54), જેમણે શેનઝોઉ-7 મિશનનો હિસ્સો હતા અને 45 વર્ષીય ટેગ હોંગબો, જેઓ પહેલા અંતરિક્ષમાં હતા. તેઓ વર્ષ 2016માં શેનઝોઉ-11 ક્રૂ દ્વારા વિતાવેલા 33 દિવસોથી વધુનો માનવ અંતરિક્ષ મિશનના સમયગાળા માટે એક નવા રેકોર્ડ બનાવવાની અપેક્ષા છે.

શેનઝોઉ-12માં જનારા અવકાશયાત્રીઓ કોર મોડ્યુલમાં તહેનાત હશે અને ત્રણ મહિના માટે સ્પેસમાં રહેશે. ચીની અંતરિક્ષ સ્ટેશન આવતા વર્ષ સુધી તૈયાર થવાની સંભાવના છે.

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]