IACCનું ‘US ઇમિગ્રેશન લો ઓપ્શન્સ’ અંગેનું ખાસ સત્ર

અમદાવાદ: ઇન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોર્મસ (IACC), ગુજરાત પ્રદેશ, ભારત અને અમેરિકા વચ્ચેના સબંધો મજબૂત કરવા માટે કટિબદ્ધ છે. અગ્રણી ચેમ્બર અને સિલ્વર ઓક યુનિવર્સિટીના સહયોગથી શનિવારે અમદાવાદ ખાતે વ્યવસાય અને રોકાણકારો માટે ‘US ઇમિગ્રેશન લો ઓપ્શન્સ’ અંગે એક ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. NPZ લૉ ગ્રૂપ અને CMB સ્વિસ કો-USA દ્વારા સ્પોન્સર કરવામાં આવેલ આ ઇવેન્ટમાં USમાં તકો શોધી રહેલા ઉદ્યોગસાહસિકો અને રોકારણકારોને ઇમિગ્રેશનના કાયદાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.

સત્રના વિશેષ પ્રવક્તા તરીકે NPZ લો ગ્રૂપના મેનેજિંગ એટર્ની ફાઉન્ડર ડેવિડ માચમેન, CMB સ્વિસ કો ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ ગીરિશ મોહિલે, મેનિજિંગ એટર્ની સેન્હલ બત્રા અને CMB રિજનલ સેન્ટરના ઇનવેસ્ટર રિલેશન મેનેજર રંજીત પ્રકાશ હાજર રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય વેપારમાં રસ ધરાવતા પ્રોફેશનલ્સ અને સ્ટેકહોલ્ડર્સ માટે આ સત્ર ખાસ મહત્વનું હતું. જેમાં ઇમિગ્રેશન કાયદામાં નવીનતમ ફેરફારો અંગે માહિતી આપવામાં આવી હતી. ડેવિડ માચમેને જણાવ્યું હતું કે, અમેરિકન બજારોમાં તકનો લાભ લેવા ઇચ્છતા વ્યવસાયો અને રોકાણકારોએ યુ.એસ ઇમિગ્રેશન કાયદાને સમજવો જરૂરી છે. આ સત્રનો ઉદ્દેશ જટિલતાઓને દૂર કરી અને કાયદાકિય માળખા અંગે યોગ્ય માર્ગદર્શન પૂરૂ પાડવાનો હતો.

IACC ગુજરાત પ્રદેશના પ્રમુખ કુસુમ કૌલ વ્યાસે જણાવ્યું હતું કે IACC, સિલ્વર ઓક યુનિવર્સિટી, NPZ લૉ ગ્રૂપ અને CMB સ્વિસ કો-USA વચ્ચેનો સહયોગ દ્વિપક્ષીય આર્થિક સંબંધોને વધારવાનો અને ક્રોસ બોર્ડર બિઝનેસ વેન્ચર્સને સુવિધાજનક કરવાનો છે. આ સત્રનો આશય ઇમિગ્રેશન કાયદાના વિકલ્પોને સમજીને સહયોગ અને વિકાસના નવા રસ્તા ખોલવાનો છે.  IACC આગામી સપ્તાહમાં ગાંધીનગર, રાજકોટ, જામનગર અને સુરતમાં આ પ્રકારના સત્રનું આયોજન કરી રહ્યું છે.