અમદાવાદ વિમાન અકસ્માતની તપાસમાં સાચું કારણ શું છુપાવાયું?

નવી દિલ્હીઃ અમદાવાદમાં 12 જૂને લંડન જતું એર ઈન્ડિયાનું વિમાન સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી ઉડાન ભર્યા પછી થોડા જ મિનિટોમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ અકસ્માતમાં 241 મુસાફરો અને અન્ય કેટલાક નાગરિકો સહિત કુલ 260 લોકોનાં મોત થયાં હતાં. એ અકસ્માતને લઈને સુપ્રીમ કોર્ટમાં એક જનહિત અરજી દાખલ કરવામાં આવી છે.

ટ્રાફિક સલામતી સંસ્થાએ સુપ્રીમ કોર્ટમાં એક જનહિત અરજી દાખલ કરી છે. તેમાં માગ કરવામાં આવી છે કે આ મામલાની કોર્ટની દેખરેખ હેઠળ સ્વતંત્ર રીતે તપાસ કરવામાં આવે. જનહિત અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે અત્યાર સુધીની તપાસમાં ઘણા મહત્વનાં તથ્યો છુપાવવામાં આવ્યાં છે.કોન્સ્ટિટ્યુશન બાય સેફ્ટી મેટર્સ ફાઉન્ડેશન નામની એક બિનસરકારી સંસ્થાએ સુપ્રીમ કોર્ટમાં આ અરજી દાખલ કરી છે. આ સંસ્થાના પ્રમુખે આ અરજી કરી છે, તેમાં જણાવવામાં આવ્યું છે કે નાગરિકોને સત્યથી દૂર રાખવા તેમના અધિકારોનું હનન છે. અરજીમાં માં કરવામાં આવી છે કે આ સત્ય સામે આવે અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ રોકવા માટે અદાલતની દેખરેખ હેઠળ તપાસ કરવામાં આવે.

12 જુલાઈએ AAIBએ વિમાન દુર્ઘટનાને લઈને પોતાની પ્રાથમિક અહેવાલ રજૂ કર્યો હતો. વિમાન ઉડાન ભરતાની સાથે જ, બંને એન્જિનની ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ એક સેકન્ડની અંદર ‘રન’ પરથી ‘કટ ઓફ’ થઈ ગયા હતા. અહેવાલમાં જણાવાયું છે કે આ જ વિમાન દુર્ઘટનાનું કારણ હતું.

આ દરમિયાન, સુપ્રીમ કોર્ટમાં દાખલ એક અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે અહેવાલમાં ઘણા કારણો છુપાવવામાં આવ્યાં છે. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે મહત્વપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવી નથી.