અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની આગામી ચૂંટણી માટે તમામ મુખ્ય હરીફ રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. ચૂંટણી માટે માર્કેટિંગ પ્રચાર પણ ઉગ્ર બન્યો છે.
ગઈ કાલથી એક વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ વાઈરલ થયો છે જેમાં એક નાનકડી બાળકીને ગુજરાતીમાં ભાજપનો પ્રચાર કરતી જોઈ શકાય છે. નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ હેઠળ ભાજપે ગુજરાતમાં તેમજ રાષ્ટ્રીય સ્તરે હાંસલ કરેલી સિદ્ધિઓની જાણકારી આ બાળકી આપી રહી છે. એણે એક જ મિનિટમાં ભાજપની સિદ્ધિઓનું સરસ અને પ્રશંસનીય રીતે વર્ણન કર્યું છે. ગુજરાતના મતદારોને અપીલ કરતી આ બાળકી કહે છે, ‘અમને તો ગમશે જ ભાજપ, ફરી આવશે જ ભાજપ’. એની બાજુમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી બેઠા છે. બાળકીને સાંભળતી જોઈને તેઓ મલકાય છે અને વીડિયોને અંતે એનાં માથે હાથ ફેરવીને એને શાબાશી આપે છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે પોતાના ટ્વિટર હેન્ડલ પર આ વીડિયો શેર કર્યો છે. જોકે વિરોધપક્ષ કોંગ્રેસ પાર્ટીએ આ વીડિયોની ટીકા કરી છે.
આ વ્હાલી દીકરીએ ગુજરાત અને દેશની તસવીર બદલનાર મોદીજીના નેતૃત્વમાં ભાજપાના ઐતિહાસિક કાર્યોને ખૂબ જ સુંદર રીતે સમજાવ્યા છે.
અવશ્ય સાંભળો… pic.twitter.com/xBpaOPOpxd
— Amit Shah (@AmitShah) November 21, 2022